Charotar Sandesh
ઈન્ડિયા

હવે, દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે

  • કેજરીવાલ સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, આવતા વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી

  • આ સ્કીમ ૨-૩ મહિનામાં શરૂ થઈ જશે, સબસિડી ફરજિયાત નથીઃ કેજરી

ન્યુ દિલ્હી,
દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરવાની ગીફ્ટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં ૬૪ લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કર્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષીત અનુભવી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ૨ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. એક તો સીસીટીવી કેમેરા લગાવવા માટે અઢી વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. દોઢ લાખ સીસીટીવી લગાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. ૭૦ હજાર સીસીટીવીનો સર્વે થઈ ચૂક્યો છે. કેજરીવાલે કહ્યું કે, ૮ જૂનથી કેમેરા લગાવવાની શરૂઆત થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે.

અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હી મેટ્રો અને ડીટીસી બસોમાં મહિલાઓને મુસાફરી માટે કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. આ યોજનાથી મહિલાઓને સરકારી પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલાઓને ફ્રી યાત્રા આપવામાં ડીએમઆરસીને થનારા નુકસાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે.

Related posts

કોરોના સંકટ : ૨૪ કલાકમાં ૫૩,૬૦૧ પોઝિટિવ કેસ, ૮૭૧ના મોત…

Charotar Sandesh

રામદેવની મુશ્કેલીમાં વધારો, ૧ જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ…

Charotar Sandesh

સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમીશનને ‘સુપ્રિમ’ની મંજૂરી…

Charotar Sandesh