Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

હાય..રે… બેરોજગારી…! ઈન્ટરવ્યૂમાં ૨૭૦ જગ્યા માટે ૩ હજાર એન્જિનિયરો ઉમટી પડ્યા…

  • સાવલી ખાતે આવેલી એન્જિનીયરીંગ કોલેજમાં આયોજીત કેમ્પસ ઇન્ટરવ્યુંમાં શિક્ષીત બેરોજગાર એન્જિનીયરોનો રાફડો જોવા મળ્યો

વડોદરા,
સાવલી ખાતે આવેલી એન્જિનીયરીંગ કોલેજમાં આયોજીત કેમ્પસ ઇન્ટરવ્યુંમાં શિક્ષીત બેરોજગાર એન્જિનીયરોનો રાફડો જોવા મળ્યો હતો. ૨૭૦ વિવિધ જગ્યાઓ માટે ૩૦૦૦ ઉપરાંત યુવાનો નોકરી માટે ઉમટી પડ્યા હતા.
સાવલી ખાતે આવેલી ભાજપાના અગ્રણી ધર્મેશ પંડ્યાની કે.જે. આઇ.ટી. એન્જિનીયરીંગ કોલેજ કેમ્પસમાં આજે એન્જિનીરીંગની ૨૭૦ જેટલી જગ્યાઓ માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં કેમ્પસ ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસ ઇન્ટરવ્યુ માટે વિવિધ ટ્રેડના ૫૬૦૦ જેટલા બેરોજગાર એન્જિનીયર યુવાનોએ ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં નોકરી માટે ૩૦૦૦ જેટલા વિવિધ ટ્રેડના એન્જિનીયરીંગ યુવાનો અને યુવતીઓ ઉમટી પડ્યા હતા.

મિકેનીકલ, ઇલેકટ્રીકલ, સિવિલ, ઓટોમોબાઇલ્સ તેમજ ડિપ્લોમાં અને ડીગ્રી થયેલા યુવાનો અને યુવતીઓ માટે આયોજીત કેમ્પસ ઇન્ટરવ્યું માટે મધ્ય ગુજરાતની ૨૨ જેટલી કંપનીઓના એચ.આર. વિભાગના અધિકારીઓ આવ્યા હતા.

Related posts

વડતાલધામમાં બંધબારણે ભગવાનશ્રી સ્વામિનારાયણનો ૨૪૦મો જન્મોત્સવ ઊજવાયો…

Charotar Sandesh

તા.૧૦મીના રોજ શહેર-તાલુકાના આ કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

Charotar Sandesh

યાત્રાધામ ડાકોરમાં ભગવાનની 250મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી : શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Charotar Sandesh