ન્યુ દિલ્હી : ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોમવારે એમએસકે પ્રસાદના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીની ટીકા કરી હતી. યુવરાજે કહ્યું હતું કે, “ભારતને વધુ સારા સિલેક્ટર્સની જરૂર છે કારણકે અત્યારની કમિટી મોડર્ન ડે ક્રિકેટના સ્ટાન્ડર્ડને મેચ નથી કરતી. હું જાણું છું કે સિલેક્ટર્સનું કામ સરળ નથી અને તેઓ જયારે પણ ૧૫ ખેલાડીઓની પસંદગી કરશે તો એ પ્રશ્ન જરૂર ઉભો થશે કે બીજા ૧૫ ખેલાડીઓનું શું? તેમ છતાં મારો મત છે કે અત્યારની સિલેક્શન કમિટીનું સ્ટાન્ડર્ડ મોડર્ન ડે ક્રિકેટને મેચ થતું નથી અને આપણને વધુ સારા સિલેક્ટર્સની જરૂર છે.”
યુવરાજે કહ્યું કે, હું હંમેશા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની તરફેણમાં રહ્યો છું. તેમના અને ટીમ વિશે નેગેટિવ વાત કરવી યોગ્ય નથી. ખરાબ સમયમાં બધા ખરાબ વાત જ કરવાના છે, સિલેક્ટર્સે ત્યારે પ્લેયરને બેક કરવો જોઈએ. આપણને ખરેખર વધુ સારા સિલેક્ટર્સની જરૂર છે. યુવરાજે આની પહેલા પણ સિલેક્ટર્સની ટીકા કરતા કહ્યું હતું કે, તેણે યો-યો ટેસ્ટ પાસ કર્યા છતાં ટીમમાં તેની પસંદગી થઇ ન હતી.