Charotar Sandesh
સ્પોર્ટ્સ

ખ્યાતનામ દિલીપકુમારના નિધન પર સચિન-સહેવાગ-કોહલી સહિત પાક ક્રિકેટરોએ પાઠવી શ્રદ્ધાંજલિ

Dilip Kumar grief by IND-PAK cricketers

ન્યુ દિલ્હી : બોલિવૂડના ૯૮ વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે ૭.૩૦ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના સ્ટાર ખેલાડીએ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સચિન, સહેવાગ અને કોહલી સહિત ઘણા ક્રિકેટરોએ ટ્‌વીટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ યૂસુફ ખાન સાહેબ તરીકે સંબોધીને શ્રદ્ધાંજલી પાઠવતું ટ્‌વીટ કર્યું છે.

ક્રિકેટ જગતના ગોડ સચિન તેંડુલકરે ટ્‌વીટ કરતા કહ્યું હતું કે ભગવાન દિલીપ કુમારની આત્માને શાંતિ આપે. તમારું સ્થાન ફિલ્મ જગતમાં કોઇ લઇ શકશે નહીં. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારું યોગદાન અદ્વિતીય છે અને તમે હમેશા અમારી યાદોમાં અમર રહેશો. સાયરા બાનુ જી અને પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ. ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લખ્યું હતું કે આજે એક એવા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે, જેણે પેઢિઓથી પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ ટ્‌વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી. યૂસુફ ખાન સાહેબના પ્રશંસકો માટે આ બેડ ન્યૂઝ હશે. તે અમારા દિલોમાં રહેશે. સાયરા બાનો સાહિબાને મારી સંવેદના. ઈન્ડિયન ટીમના દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગે બોલિવૂડના અભિનેતા દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સહેવાગે તેમની લોકપ્રિય ફિલ્મ મુગલ-એ-આઝમના એક ડાયલોગનો ઉપયોગ કરીને મેસેજ શેર કર્યો હતો.

શ્રીલંકા ટૂર પર ગયેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટ્‌વીટ કર્યું હતું, દિલીપ સાહેબના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. કુમાર સાહેબનો ભારતીય સિનેમા પર મોટો પ્રભાવ છે. આગામી પેઢિઓ માટે તે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને હરભજન સિંહે પણ દિલીપ કુમારને યૂસુફ ખાન સાહેબ કરીને સંબોધ્યા હતા. તેમણે દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમની અમર યાદો હંમેશા જીવંત રહેશે તેની જાણ કરી હતી.

You May Also Like : BCCI ટીમ ઇન્ડિયામાં ઓપનરને લઇ નારાજ, કેપ્ટન વિરાટ કોહલી પર ઉઠ્યા સવાલ

Related posts

બીસીસીઆઇ આઈપીએલ ૨૦૨૨માં વધુ બે ટીમને કરશે સામેલ, જુલાઈમાં થશે હરાજી

Charotar Sandesh

ઇગ્લેંડનો ભારત પ્રવાસઃ અમદાવાદમાં ૫ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમાશે…

Charotar Sandesh

આઇપીએલ-૨૦૨૧થી આગામી ટી-૨૦ વિશ્વકપ માટે મદદ મળશે : જોની બેયરસ્ટો

Charotar Sandesh