Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકી રાષ્ટ્રપતિ પ્રમુખનું કાયમી નિવાસ સ્થાન બનશે ફ્લોરિડા…

ન્યૂયોર્કમાં કરોડો ડોલર ટેક્સ ભરવા છતાં ખરાબ વર્તન થયું : ટ્રમ્પ

USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું કાયમી નિવાસ સ્થાન બદલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આજે ટ્‌વીટ કરીને કહ્યું હતુ કે ફ્લોરિડાના પામ બીચ પર આવેલ ૧૬૦૦, પેન્સિલવેનિયા એવેન્યુ હવે તેમના પરિવારનું કાયમી નિવાસ સ્થાન હશે.
ટ્રમ્પે કહ્યું હતું કે ન્યુયોર્કના લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે, પરંતુ દર વર્ષ કરોડો ડોલર ટેક્સ આપવા છતાં રાજ્યના નેતાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે.
રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ટ્રમ્પ વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં રહે છે. જોકે, કાયમી ધોરણે તેઓ અત્યાર સુધી ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પ ટાવરમાં જ રહેતા હતા. ટ્‌વીટર પર નિવાસ સ્થાન બદલવાની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું હું આ નિર્ણય કરવા ઈચ્છતો ન હતો, પરંતુ છેવટે આ જ યોગ્ય લાગ્યું. એક રાષ્ટ્રપતિ તરીકે હંમેશા ન્યૂયોર્કની મદદ માટે હું ઉભો રહીશ. મારા હૃદયમાં હંમેશા ન્યૂયોર્ક માટે ખાસ સ્થાન રહેશે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની નીતિઓની સતત ટીકા કરનારા પ્રદર્શનકારીયોએ ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પ ટાવરની બહાર દેખાવો શરૂ કરી દીધો હતો. તેના લીધે રાષ્ટ્રપતિને શહેરના અધિકારીઓ સાથે અનેક વખત વિવાદ થતો હતો. ટ્રમ્પના સ્થાયી નિવાસને બદલવા અંગેના ટ્‌વીટની સાથે જ ન્યૂયોર્કના ગવર્નરે પણ ટ્‌વીટ કર્યું, સારું છૂટકારો મળ્યો. એવું નથી કે ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ જ અહીં ટેક્સ આપે છે.

  • Nilesh Patel

Related posts

ચૂંટણીના પરિણામમાં વિલંબ થયો તો અમેરિકામાં હિંસા ફાટી નિકળશે…

Charotar Sandesh

અમેરિકામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાનના ઉપક્રમે ૧૪ નવેં.૨૦૧૯ના રોજ ”એડવોકસી ડે” ઉજવાયો…

Charotar Sandesh

વોર પાવરને મંજૂરી : અમેરિકાની સંસદમાં ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીનો પ્રસ્તાવ પાસ…

Charotar Sandesh