Charotar Sandesh
ગુજરાત ચરોતર

છબરડો…! ધો.૧૨નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

બોલો.. પુસ્તકમાંથી ૩૪ પાનાનું પ્રકરણ ગાયબ થયુ…

ગાંધીનગર,
રાજ્યમાં છપાતી પુસ્તકોમાં છબરડા થવા કે કોઇ ભૂલ બહાર આવવી કંઇ નવી વાત નથી. પરંતુ આ વખતે ધોરણ ૧૨ સાયન્સનાં ફીજીક્સનાં પુસ્તકમાંથી આશરે ૩૪ પાનનું એક આખું પ્રકરણ ગાયબ છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગંભીર છબરડો ગણાવી શકાય.

ગુજરાતી માધ્યમનાં ધોરણ ૧૨ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર ૧૫ કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ છે. પાઠયપુસ્તક મંડળના આ છેલ્લા તબક્કાના ગંભીર પ્રકારના છબરડાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શિક્ષકો જ અવઢવમાં મુકાયા છે.

રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષથી દ્ગઝ્રઈઇ્‌ બેઈઝડ નવા પાઠયપુસ્તકો બનાવવામાં આવ્યાં છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકના બંન્ને ભાગના કુલ પાના ૫૫૮ થાય છે જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં ૩૪ પાન ઓછાં હોવાથી તેમાં કુલ પાના ૫૨૪ જ છે.

મહત્વનું છે કે ગયા વર્ષે ધોરણ ૬નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી પુસ્તકમાં ૨૬ જિલ્લાઓ જ દર્શાવાયા હતાં. બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુસ્તકમાંથી ગાયબ હતાં. સામાજિક વિદ્યાનના પુસ્તકના પેજ નંબર ૫,૮,૧૩,૧૫ આવેલા વિવિધ વિષય ગુજરાતનાં નક્શામાં ૩૩ માંથી ૨૬ જીલ્લા છાપ્યા ન હતાં.

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા : સભા-સરઘસ પર ૧પ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Charotar Sandesh

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ૬૫,૬૭૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૨૮ કરોડની સહાય ચૂકવાઈ

Charotar Sandesh