Charotar Sandesh
Live News ઉત્તર ગુજરાત ગુજરાત

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો અમીછાંટણા સાથે પ્રારંભ… જુઓ… Live

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી, CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી…

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ અને ભાઈ બળભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું.

Related posts

પાલીતાણા ખાતે શેત્રુંજય ગિરિરાજના શ્રદ્ધાળુઓ માટે ગાઈડલાઈન જાહેર, યાત્રા કરાઈ શરૂ…

Charotar Sandesh

કોંગ્રેસને જોરદાર ઝટકો : વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પર હાર્યા

Charotar Sandesh

સીએસની પરીક્ષા : અમદાવાદીઓનો ડંકો, દેશના ટોપ-૧૦માં શહેરના ૩ વિદ્યાર્થીઓ…

Charotar Sandesh