Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન : શિવસેના સુપ્રિમ કોર્ટના દ્વારે….

કેન્‍દ્રીય કેબિનેટનો નિર્ણયઃ રાષ્‍ટ્રપતિને કરી ભલામણઃ રાષ્‍ટ્રપતિ શાસન સામે શિવસેના સુપ્રિમ કોર્ટના દ્વારે…

રાજયમાં સરકાર રચવાની વિપક્ષોની દૌટ પર બ્રેક લગાવી દેવાઈ : ઉલટા-સુલટા અહેવાલો વચ્ચે વડાપ્રધાનના અધ્યક્ષપદે મળેલી કેબીનેટે રાષ્ટ્રપતિ શાસનની રાજયની ભલામણ સ્વીકારી: જબરો વિવાદ સર્જવાની શકયતા…

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં સરકાર રચવાની શિવસેના-એનસીપી અને કોંગ્રેસની મથામણ અને એનસીપીને સરકાર રચવાની શકયતા તપાસવા માટે રાજયપાલે આજે રાત્રીના 8.30નો સમય આપ્યો હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. રાજયપાલ ભગતસિંહ એ એનસીપી માટેની રાત્રીથી 8.30 ની ડેડલાઈન પુરી થાય તે પુર્વે જ રાજયમાં વર્તમાન રાજકીય સ્થિતિમાં કોઈ પક્ષ સરકાર રચવાની સ્થિતિમાં નહી હોવાનું જણાવીને રાષ્ટ્રપતિ શાસન લાદવા ભલામણ કરી હતી જેના પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબીનેટની એક તાકીદની બેઠક બોલાવી છે.

રાજયના રીપોર્ટ પર ગૃહ મંત્રાલયે જ રાજયમા રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કેબીનેટને ભલામણ કરી હતી. જેના પર વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેબીનેટ બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવી છે. જેથી હવે નવો વિવાદ સર્જાવાની શકયતા છે. રાજયપાલે એનસીપીને સરકાર રચવા માટે દાવો કરવા માટે રાત્રીના 8.30 સમય આપ્યો હતો પણ તે પુર્વે જ રાજયપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરાયેલી ભલામણથી હવે અદાલતી જંગ ખેલાશે.

બીજી તરફ આજે એનસીપીએ સરકાર રચવા ટેકો મેળવવા માટે કોંગ્રેસ પક્ષનો સંપર્ક કર્યો હતો પણ જે સરકારનું નેતૃત્વ શિવસેના કરવાની હોય તેને ટેકો આપવા માટે કોંગ્રેસ પક્ષ છેલ્લી મીનીટ સુધી દ્વીધામાં છે અને એનસીપી વડા શરદ પવાર સાથે વાટાઘાટ કરવા કોંગ્રેસના વરિષ્ઠ અહેમદ પટેલ સહિત ત્રણ નેતાઓ મુંબઈ પહોંચી રહ્યા હતા. તે પુર્વે રાજયોએ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ દિલ્હીમાં ગૃહ મંત્રાલયને પાઠવી દીધી હતી અને તેના પર તાકીદની કેન્દ્રીય કેબીનેટની બેઠક બોલાવી મંજુરીની મહોર લગાવી દેતા હાલ સરકાર રચવાની રાજકીય દૌટ પર બ્રેક લાગી છે તો હજુ એનસીપીને સરકાર રચવા અંગેનો જવાબ આપવા રાત્રીના 8.30 સુધીનો સમય અપાયો હતો.

Related posts

એક જ શરત પર પાછા પડશે ખેડૂતો, જ્યારે ત્રણેય કાયદા થશે રદ્દ : રાકેશ ટિકૈત

Charotar Sandesh

કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ…

Charotar Sandesh

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધો આ મોટો નિર્ણય, ગ્રાહકોને મળશે રાહત

Charotar Sandesh