Charotar Sandesh
ઈન્ડિયા

મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી કિડો નીકળ્યો..!! કોર્ટે ૭૦ હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો…

ન્યુ દિલ્હી,
યુવાઓમાં ફાસ્ટફૂડ માટે લોકપ્રિય મેકડોનાલ્ડ કંપનીને બર્ગરમાંથી કિડો નિકળ્યા બાદ હવે ૭૦,૦૦૦ રુપિયા વળતર ચુકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
દિલ્હીના રહેવાસી સંદિપ સક્સેના નોઈડાના એક મોલમાં મેકડોનાલ્ડની રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા ગયા હતા. બર્ગરમાં તેમને કિડો દેખાયો હતો. એટલુ જ નહીં તેનો થોડો હિસ્સો તે ખાઈ ચુક્યા હતા અને તેમને વોમિટ થવા માંડી હતી. તેમણે સ્ટોર પર પોલીસ બોલાવી હતી. એ પછી તેમણે ફૂડ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરી હતી.
જોકે, સક્સેનાને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ. ફૂડ સેફ્ટી રિપોર્ટમાં ખબર પડી હતી કે, બર્ગર ખાવા લાયક નહોતુ.
આ ઘટના પાંચ વર્ષ પહેલાની છે. એ પછી તેમણે મેકડોનાલ્ડ સામે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે મેકડોનાલ્ડને ૭૦,૦૦૦ રુપિયા ચુકવવા માટે ૬૦ દિવસ આપ્યા છે. જો આ દરમિયાન કોર્ટ પૈસા નહી ચુકવે તો મેકડોનાલ્ડને એ પછી જેટલો વિલંબ થશે તેના પર ૯ ટકા લેખે વ્યાજ પણ ચુકવવુ પડશે.

  • જો આ દરમિયાન કોર્ટ પૈસા નહી ચુકવે તો મેકડોનાલ્ડને એ પછી જેટલો વિલંબ થશે તેના પર ૯ ટકા લેખે વ્યાજ પણ ચુકવવુ પડશે

Related posts

મોદી લોકોના જીવન કરતા ચૂંટણીને પ્રાથમિકતા આપી રહ્યા છે : કૉંગ્રેસ

Charotar Sandesh

રિકવરીના પંથે : સતત બીજા મહિને જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર…

Charotar Sandesh

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ૨.૫ કરોડ રામ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવશે

Charotar Sandesh