Charotar Sandesh
ઈન્ડિયા

શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ હંગામો : વિપક્ષનું ‘વૉકઆઉટ’

લોકસભામાં ફારૂખ અબ્દુલ્લા સહિત કાશ્મીરી નેતાઓને મુક્ત કરોના સૂત્રો પોકારાયા…

ન્યુ દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં આજથી ૧૭મી લોકસભાના બીજા અને શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ વિપક્ષ કોંગ્રેસ અને શિવસેનાએ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ મુદ્દે અનુક્રમે કાશ્મીર અને ખેડૂતોના મામલે હોહાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચારો પોકારીને વોઆઉટ કર્યો હતો. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનની બહાર મિડિયાને કરેલા સંબોધનમાં તમામ સાંસદોને અભિનંદન આપતા કહ્યું હતું કે તેમની સરકાર સંસદમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે વાદ-વિવાદ અને સંવાદમાં નિખાલસ ચર્ચા અને ફળદાયી ચર્ચા થવી જોઈએ.
પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં દિવગંત નેતાઓ સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, સુખદેવસિંહ તુલા, જગન્નાથ મિશ્રા, રામ જેઠમલાણી અને ગુરુદાસ ગુપ્તાને યાદ કરીને શબ્દાંજલિ અર્પવામાં આવી હતી. શિવસેના ભાજપથી અલગ પડતાં તે વિરોધપક્ષમાં જોવા મળી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે સંસદ લોકોના કલ્યાણ માટે ચર્ચા અને વાટાઘાટ વિપક્ષ તૈયાર છે.
જો કે પ્રથમ દિવસે જ લોકસભામાં વિપક્ષના સાંસદોએ “વિપક્ષ ઉપર હુમલો કરવાનું બંધ કરો,ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરો,અમને ન્યાય જોઈએ છે,અમને ન્યાય જોઈએ છે..” ના સૂત્રોચ્ચારો સાથે હોબાળો મચાવતાં ગૃહમાં ભારે ઉતેજના વ્યાપી ગઇ હતી. પ્રશ્વોત્તરી વખતે વિપક્ષ દ્વારા સતત નારાબાજી થઇ રહી હતી અને ‘તાનાશાહી બંધ કરો તાનાશાહી નહીં ચાલે, જુઠ્ઠા કેસ બંધ કરો’જેવા નારા લગાવાઈ રહ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા વિપક્ષને શાંતિ જાળવવાની અનેકવાર અપીલ કરી હતી.
જમ્મુ કાશ્મીરની સ્થિતી અને ફારુક અબ્દુલ્લાને નજરકેદ કરવા અંગે થયેલા હોબાળા બાદ મુખ્ય વિપક્ષ દળ કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કર્યું હતું. તે અગાઉ, શિવસેનાના સાંસદ પણ ગૃહની કાર્યવાહી છોડીને બહાર નિકળી ગયા હતા. શિવસેના સાંસદ શ્રીરંગ અપ્પા બરનેએ શિક્ષણ અને મહિલા સુધારણાના કામ કરનારા મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના હિંગોળીથી સાંસદ હેમંત પાટિલે ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ખેડૂતોને ઝડપથી રકમની ચુકવણી કરવામાં આવે અને જેમની પાસે વીમો નથી તેમણે પણ વળતર આપવામાં આવે. વીમા કંપનીઓ ઘણી કઠિન શરતો મુકી રહી છે અને અનેક પ્રકારના કાગળ માંગીને હેરાન કરી રહી છે.
દરમ્યાન, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ સરકારની સામે રોષ ઠાલવતાં કહ્યું કે, ’ પૂર્વ મંત્રી અને સિનિયર સાંસદ ફારૂક અબ્દુલ્લાને કાશમિરમાં અટકાયત કરવામાં આવ્યાને આજે ૧૦૮ દિવસ થયા છે. આ સરકારી દમન નથી તો શું છે? અમે ઇચ્છીએ છીએ કે તેઓને સંસદમાં લાવવામાં આવે. સંસદમાં તેમની હાજરી તેમનો બંધારણીય અધિકાર છે. આ ઉપરાંત તેમણે ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા દૂર કરવાનું મામલો પણ સદનમાં રજૂ કરીને સરકારનો ખુલાસો માંગ્યો હતો.
જ્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં માંગ કરી હતી કે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. આઝાદે કહ્યું સાંસદો પર કેસ પેન્ડિંગ છે તેવા કિસ્સામાં અગાઉ પણ તેમને સંસદમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ચિદમ્બરમ હાલમાં કથિત આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં તિહાર જેલમાં છે. મમતા બેનર્જીના પક્ષ ટીએમસીએ નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સંદર્ભે લોકસભામાં મુલતવી પ્રસ્તાવ મૂક્યો હતો તો કલમ ૩૭૦ના મામલે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં અસ્થિરતા અંગે લોકસભાની કાર્યવાહી મુલતવી રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે ભાજપથી અલગ થયેલ શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને અને પાકને થયેલા નુકસાનના મુદ્દે લોકસભામાં મુલતવી રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

Related posts

વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો : રાહુલ ગાંધી

Charotar Sandesh

ડૂબી રહેલી આઇડીબીઆઇ બેંકને બચાવવા સરકાર રૂ. ૯,૨૯૬ કરોડની મદદ કરશે…

Charotar Sandesh

ફ્રોડ મેસેજોથી સાવધાન : લાલચ આપતા આ મેસેજો ડાયરેક્ટર ડીલીટ કરો, જુઓ વિગત

Charotar Sandesh