આજના ડિજીટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ વધ્યું છે, ત્યારે આપને ચકાસણી કર્યા વગર ઉતાવળમાં ઓટીપી, એટીએમ આઈડી વગેરે આપી દેતા હોય છે
આશ્ર્ચર્યની વાત તો એ છે કે જ્યારે કોઈએ પ્રિન્ટેડ ફોર્મ કોઈ પણ કામ માટે ભરવાનું હોય છે ત્યારે તેમાં તેની અંગત માહિતી ભરતા પહેલા પચાસ વાર વિચારે છે, પ્રશ્ર્નો પૂછે છે પછી માહિતી આપે છે, પણ આજ વ્યક્તિ જ્યારે કોઈ ઍપ તેના મોબાઇલમાં ડાઉનલોડ કરે છે.
ત્યારે તેમાં “આય એગ્રીની એક વિન્ડો ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ માટે ખૂલે છે, આ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ ક્યારેક તો ૧૦,૦૦૦ શબ્દો જેટલી મોટી હોય છે, પણ ઍપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવાની ઉતાવળમાં મોટાભાગના લોકો આ ‘આય એગ્રી કોલમમાં ટિક શર્તો વાંચ્યા વગર એગ્રી કરે છે અને અહીંથી જ શરૂઆત થાય છે તકલીફોની.
હાલમાં જ બ્રિટનમાં ગ્રેગ નામના યુવાને ૨૦૧૮માં ‘સ્કાય બેટ’ કે જે ઑનલાઇન ગેમ્બલિંગ ઍપ છે તે ડાઉનલોડ કરેલું અને તેમાં ૧૦,૦૦૦ શબ્દોના ટર્મ્સ ઍન્ડ કન્ડિશનના “આય એગ્રી કોલમમાં ટિક કરીને ઍપ વાપરવાનું શરૂ કરી દીધું. એક વર્ષમાં તો તે ૧૫૦૦૦ પાઉન્ડ ફૂટબોલની બેટ્સમાં હારી ગયો અને તેને તેના હોમ લોન્સના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી થતા ગેમ્બલિંગ ઍપમાં ફૂટબોલની બેટ લગાડવાનું બંધ કરી દીધું, પણ એક દિવસ તેને ઇમેલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તેની બૅંક લોનના ઇએમઆઇ ચૂકવવામાં મદદ કરવા માટે મોબાઇલ ઍપમાં ૧૫૦૦ પાઉન્ડની ફ્રી ક્રેડિટ, જેમાંથી તે ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલી કમાઇ કરી શકશે.
આટલું જ નહીં ઇમેલમાં ગ્રેગના શોખ તેની શોપિંગ જરૂરિયાતો બૅંકિંગ એકાઉન્ટમાં નહીંવત્ બેલેન્સ હોવાના કારણે લોનની પ્રપોઝલ્સ વગેરેનો ઉલ્લેખ થતા ગ્રેગને આવ્યો કે તેની પૂરી કુંડળી આ લોકો પાસે પહોંચી ગઈ છે. ત્યારે ઍપએ કંપનીને “હાઇ વેલ્યૂ વીન બેક કસ્ટમરનો મેસેજ ફ્લેગ કરતા સિસ્ટમે ઇમેલ જનરેટ કરીને ગ્રેગને મોકલ્યો હતો.
બ્રિટનમાં દર મહિને વર્ષે ૭.૪ બિલિયન પાઉન્ડ્ઝની કમાણી આ ઍપ કરે છે, આવા તો કેટલાય ઍપ્સ હોય છે.
Other News : ફિલ્મ આદિપુરુષમાં દર્શાવવામાં આવેલ આ 4 અયોગ્ય ડાયલોગ્સને લઈ વિવાદ ઉભો થયો