છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર સરકારી શાળા વિશે વિચાર કરી રહી હતી પરંતુ આજે સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર ૩૦ થી ઓછી વાળી સરકારી શાળા મર્જ કરવાનો વિચાર ગુજરાતના વાલીઓ સમક્ષ મુક્યો છે. સરકારના આ નિણર્ય ને લઈ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાતના દરેક તાલુકા જિલ્લાઓમાં સરકારની આ નીતિઓ ના ઉપલક્ષમાં અમદાવાદના કલેક્ટરને આવેદન પત્ર આપી શાળા બંધ ના થાય તે માટે વિનંતી કરી છે.જીવન જીવવા માટે ઘણી આવશ્યકતાઓ હોય છે. પરંતુ આજના સમયમાં સૌથી મોટી આવશ્યકતા મનુષ્યની શિક્ષણ છે. કારણ કે જીવન જીવવા માટે પહેલું પગથિયું શિક્ષણ છે જો મનુષ્ય શિક્ષણ જ સારી રીતે ન લઇ શકતું હોય તો તે પોતાના પગભર રહશે નહિ..! આ અનુસંધાને ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરે જણાવ્યું કે આ સરકાર વિકાસની વાતો કરી લોકોની રોજગારી છીનવી રહી છે.
દર વર્ષે ગુજરાત રાજ્યનું શિક્ષણનું સ્તર નીચું આવે છે. શિક્ષણમાં સુધારો અને પ્રોત્સાહિત કરવાના બદલે શાળાઓ બંધ કરવાની જે વિચારણા ચાલી રહી છે તે શરમજનક છે. આજે ગુજરાતની જનતાને સારું શિક્ષણ આપવાના બદલે સરકારી શાળાઓ બંધ કરી રહી છે. જેથી ગરીબ ખેડૂત, ગરીબ વર્ગના લોકો પોતાના બાળકને સારું શિક્ષણ ક્યાંથી આપશે…? જેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ૩૦ થી ઓછી વાળી સરકારી શાળાને બંધ ન કરે. કારણ કે હજુ પણ ગુજરાતના ગામડાઓ સરાકરી શાળા ઉપર જ આધાર હોય છે. જો સરકાર આ શાળાઓને બંધ કરશે તો ગામડાના બાળકો અભ્યાસ કરવા ક્યાં જશે..?
પેલી વાત તો યે છે કેમ લોકો સરકારી શાળામાં પ્રવેશ લેવા ડરે છે…? શુ હવે સરકારી શાળા માત્ર વોટ નાખવાનો એક માધ્યમ રહી ગઈ છે. વિકાસની વાતો કરતી ભાજપ સરકાર સરકારી શાળા માટે દિલ્લી સરકાર જોડે થી શીખ લે તો સારું છે..! કેમ કે આજે દિલ્લી માં એ.સી વાળી સરકારી શાળાઓ પોતાનો અભિગમ દેખાઈ રહી છે,પરંતુ ગુજરાત સરકાર સરકારી શાળાઓને બંધ કરવા જઈ રહી છે. અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ ખેડૂત, મજૂરો, પછાતવર્ગ અને મધ્યવર્ગના બાળકોને આ નિણર્ય થી તકલીફ થશે જેથી સરકાર આ શાળીઓને બંધ ન કરે જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો ટૂંક સમયમાં ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરીશું.ગુજરાત સરકાર શિક્ષણને દિવસે ને દિવસે મોંધુ કરી રહી છે. જેથી આ પરિસ્થિતિ વચ્ચે ગરીબ વાલીઓના બાળકો ભોગ બની રહ્યા છે.સરકારી શાળાઓ બંધ કરી સરકાર શુ સાબિત કરવા માગે છે…? સરકારી શાળાઓ બંધ કરી સરકરે શિક્ષણ જગતમાં વિકાસ કર્યો તે તો સાબિત કરવા નથી માંગતી ને…? અને જો આમ વિચાર્યુ હોય તો આ એક મુર્ખામી ભર્યું પગલું હશે સરકારનું…