- એક્સપ્રેસ હાઇવે પર ના બ્રિજ ઉપર મોટું ગાબડું પડેલ છે, જેને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમયસર પગલાં ભરાય તેવી માંગ…
અડાસ(દેણાપુરા)થી વહેરાખાડી ગામ ને જોડતા એક્સપ્રેસ હાઇવે પર ના બ્રિજ ઉપર મોટું ગાબડું પડેલ છે, જેને કારણે વાહનચાલકો તથા તે બ્રીજ પર થી રોજ ઓછામાં ઓછા ૫૦થી વધુ બાળકો આ બ્રિજ ઉપર થી આવણ-જાવણ કરતા હોય છે.જેને કારણે વાહનચાલકો તથા સ્થાનિક લોકો માં ભારોભાર રોષની લાગણી છે.આ પ્રશ્ન ને લઇ ને તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
જો સમયસર જો કોઈ પગલાં ભરવામાં નઈ આવે તો મોટી જાનહાની થવાની પુરી સંભાવનાઓ છે માટે આ બ્રિજ ઉપર પડેલ ગાબડાંને કારણે કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ના બને તે માટે સબંધિત તંત્ર દ્વારા વહેલાસર કાર્યવાહી કરી ને પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.