Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર

વિધાનસભા

૫ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર, પોરબંદર, માણાવદર, વાઘોડિયા વિજાપુર અને ખંભાત બેઠક પર ભાજપની જીત થઈ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ એક વોટથી ગુજરાતમા ક્લીન સ્વીપ કરવાથી રહી ગયું. પરંતું પાંચેય પેટાચૂંટણીની બેઠકોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. કોંગ્રેસે પાંચેય ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે.

૧૮૨ સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા ૧૫૬ બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને ૧૭, આમ આદમી પાર્ટીને ૫, અપક્ષના ૩ અને સમાજવાદી પાર્ટીની ૧ બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના ૧૫૬, કૉંગ્રેસ ૧૩, આમ આદમી પાર્ટી ૪, અપક્ષ ૨ અને સપાના ૧ ધારાસભ્ય છે. ગત છ મહિનામાં કોંગ્રેસ, આપ અને અપક્ષના મળીને ૫ ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેને ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. ત્યારે આ પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો છે.

Other News : Anand Loksabha Result : આણંદ લોકસભા સીટ પર મિતેશ પટેલની જીત, અમિત ચાવડા હાર્યા

Related posts

Corona : સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર આવવાની સંભાવના : કોરોનાને હળવો ન સમજો

Charotar Sandesh

‘વાયુ’ વાવાઝોડાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર, વાવેતર ચારગણું વધ્યું

Charotar Sandesh

શ્રી સંતરામ મંદિર તરફથી અતિવૃષ્ટિ અને પૂરના કારણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડાશે

Charotar Sandesh