યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પાર્ટીમાં હુમલાવર ગોળીબાર કરી ભાગી ગયો : પોલીસ દ્વારા ગોળીબાર કરનારની શોધખોળ…
USA : અમેરિકાના ટેક્સાસ સ્થિત ગ્રીનવિલમાં રવિવારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની એક પાર્ટીમાં ગોળીબારી થઈ છે. તેમા બે લોકોના મૃત્યુ થયા છે અને અન્ય 14 ઈજા પામ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એએન્ડએમ યુનિવર્સિટીના કોમર્સના વિદ્યાર્થીઓ કેમ્પસથી લગભગ 24 કિલોમીટર અંતરે હંટ્સ કાઉન્ટીમાં હોમકમિંગ પાર્ટી કરી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. હુમલો કરનારની હજુ સુધી ધરપકડ કરી શકાઈ નથી.
હંટ્સ કાઉન્ટના શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે ગોળીબારી થઈ તેના 15 મિનિટ બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તે સમયે પણ ઈમારતમાં ફાયરિંગના અવાજ સંભળાતા હતા. ચીફ ઓફિસર બડી ઓક્સફોર્ડના જણાવ્યા પ્રમાણે ઓફસર જ્યારે અંદર ગયા તો બે વ્યક્તિને મૃત હાલતમાં જોયા હતા. જ્યારે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને હુમલો કરનારની હજુ કોઈ જાણકારી મળી નથી.
- Nilesh Patel