Charotar Sandesh
ધર્મ ભક્તિ

આજથી અમરાવતીમાં શ્રીનાથજી મહાત્મય કથાનો પ્રારંભ થયો

ઉમરેઠ,

પુરાણોમાં જેનું ધાર્મિક મહત્વ ચરમસીમાએ હતું તેવી અમરાવતી નગરી એટલેકે આજના ઉમરેઠ નગરમાં તિલકાયત ગો.૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી મહારાજશ્રીની આજ્ઞાથી જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના મનોરથ સ્વરૂપે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની અધ્યક્ષતા તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનીધ્યમાં ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહણ  મહોત્વસની ઉજવણીનો આજે  પ્રારંભ થયો હતો. ત્રિવેણી મહોત્સવ અંતર્ગત આજે શ્રી હિરેનભાઇ શાસ્ત્રીજીના કંઠે સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન  શ્રીનાથજી મહાત્મય કથાની અમૃતવાણી રેલાઈ હતી જેનો નગરના વૈષ્ણવોએ લાભ લીધો હતો. આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રી, ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રી તેમજ યજમાન જયંતિલાલ જે કાચવાળા પરિવારના સભ્યો દ્વારા દિપપ્રાગ્ટ્ય કરી ત્રિવેણી મહોત્સવને  ખુલ્લો મુક્યો હતો શ્રી દેવકીનંદજી મહોદયશ્રીએ પુષ્ટીમાર્ગ અંગે સમજ આપી શાસ્ત્રીજી હિરેનભાઇના કંઠે શ્રીનાથજી મહાત્મય કથાનો લાહ્વો લેવા વૈષ્ણવોને અનુરોધ કર્યો હતો. 

  • લેખન નિમેષ પીલુન

Related posts

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

Charotar Sandesh

भगवान शिव के श्रावण महिना का प्रारंभ : अग्नि देवता के कर्म के हिसाब से भिन्न भिन्न नाम है

Charotar Sandesh

विशेषता : मां पार्वती उनके पिता हिमालय और उस हिमालय से बहनें वाली जाह्नवी अर्थात् गंगाजी ।

Charotar Sandesh