આણંદ : આણંદ જિલ્લામાં જનવિકાસ ઝુંબેશના માધ્યમથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારો ને સરકારશ્રીની સેવાઓ ગુજરાત તેમજ ભારત સરકારની મહત્વની યોજનાઓના લાભ ઘર આંગણે મળી રહે તે માટે ખંભાત તાલુકાના ૫૬ ગામોમાં જનવિકાસ ઝુંબેશ ચાલી રહી છે.
ખંભાત તાલુકાના તમામ ગામો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામદીઠ વર્ગ-૧ના અધિકારીઓ ના નેતૃત્વમાં ગામે ગામ સરકારી ટીમો અત્યારે ફળિયે ઘર ઘર ફરીને લાભાર્થીઓનેશોધીને રજિસ્ટ્રેશન કરી રહ્યા છે
ગ્રામીણ નાગરિકો ને ગરીબ પરિવારોને આયુષ્યમાન આરોગ્ય કાર્ડ , વૃધ્ધ સહાય, વિધવા સહાય, જેવી ૪૧ જેટલી યોજનાઓના લાભો ગરીબ પરિવારને ઘરઆંગણે મળી રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે ખંભાત ખાતે કલેકટરશ્રી દિલીપ રાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર ,પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિતિમાં ઝુંબેશમાં જોડાયેલ તમામ અધિકારી / કર્મચારીઓની બેઠક નુ આયોજન થયું હતું જેમાં કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન કર્યું હતું.
ખંભાત તાલુકાના હરિપુરા ગામે જનવિકાસ ઝુંબેશના ભાગરૂપે તલાટી મંત્રી શ્રી હસમુખ ગોહિલે લાયઝન ઓફિસર અને સરપંચશ્રી ના સહયોગ થી ૧૨૦ જેટલી મહિલાઓને એકત્ર કરીને વિધવા સહાય પેન્શન મળી રહે તે માટે દરખાસ્તો તૈયાર કરવામાં સફળતા મેળવી હતી ખંભાત તાલુકાનુ જનવિકાસ ઝુંબેશના ભાગરૂપે ૫૬ ગામોમાં 60,000 નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે અત્યારે સમગ્ર વહીવટીતંત્રકામે લાગી છે જે આગામી તારીખ ના રોજ પૂર્ણ થશે આમ માત્ર એક જ માસના ટૂંકાગાળામાં આ કામ પૂર્ણ થશે.
તાલુકામાં જન વિકાસ ઝુંબેશ તારીખ તારીખ ૧૧-૧૧-૨૦૧૯ થી શરૂ થયેલ છે જે આગામી તારીખ ૧૦-૧૨-૨૦૧૯ સુધી ચાલનારી ત્યાં સુધી ચાલશે ખંભાત તાલુકાની ખંભાત તાલુકાની તમામ ગામોને જનતા અને જ્યારે ગામે ગામ ઘર આંગણે સરકારી અધિકારીશ્રીઓ શ્રી ઓ કર્મચારીઓ ઘર આંગણે સામે ચાલીને આવી રહ્યા છે ત્યારે જાગૃત થઈવિવિધ સરકારી યોજનાઓના લાભ લઇ લાભ લઇ પોતાનું તથા પરિવારના જીવનને સાર્થક જીવન ધોરણ ઉંચુ લાવવા, જીવનને સાર્થક કરવા સાર્થક કરવા અનુરોધ કરાયો છે.