Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના આપમાં ભડકો : ઉપપ્રમુખ સહિત ૧૫૦થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જુઓ વિગત

આમ આદમી પાર્ટી

AAP, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા લોકજન શક્તિ પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

આણંદ : ગુજરાતમાં હવે આગામી વિધાનસભાને લઈ ચુંટણી માહોલ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ત્રણેય પક્ષના નેતાઓ દ્વારા બેઠકો સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ જીત મેળવવા જોર લગાવી રહી છે.

ત્યારે આજે આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે, જેમાં આપના ઉપપ્રમુખ સહિત ૨૦૦થી વધુ કાર્યકરોએ રાજીનામુ આપી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો છે, જેને લઈ આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટી

આપના છુટા પડેલ તમામ કાર્યકરોને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કર્યા

આજે આમ આદમી પાર્ટીના આણંદ જીલ્લાના ઉ પ્રમુખ હરીશભાઈ પટેલ, આમ આદમી સંગઠનના મહામંત્રી ઇબાદત પઠાણ, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાકેશભાઈ ગોહીલ, રોહિત રાકેશકુમાર, મિતેષભાઈ ભાટિયા ABVP, અફસર વોહરા ભાજપ, જહિર ભાઈ મલેક, વાસુભાઈ મલેક, સાજીદ મલેક, રિઝવાન ભાઈ મલેક, મોઈન પઠાણ એવા અનેક સન્માનિત હોદેદારશ્રીઓ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ માં જોડાયા હતા.

જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવેલ કે, ગુજરાતની પ્રજા સારી રીતે સમજે છે કે આ ગાંધીનું ગુજરાત છે. પંજાબમાં આપની સરકાર આવી એટલે સરકારી ઓફિસોમાંથી ગાંધીના ફોટાઓ હટાવી લેવાયા, આ ગુજરાત સહિત દેશના લોકોનું અપમાન છે, એટલે ગુજરાતના લોકો આવા લોકોને સમય આવતા જવાબ આપશે.

Otrher News : ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધ : જાહેરનામું

Related posts

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

ગ્રાહકોને નિયત વજન કરતાં ઓછો જથ્‍થો આપવા બદલ મે. સુખડિયા ગરબડદાસ બાપુજી સામે કાયદેસરની કાર્યવાહી…

Charotar Sandesh

અડાસ – રાજપૂત સમાજનું ગૌરવ : એસ.પી. યુનિવર્સિટીમાં ઉત્તીર્ણ થયા…

Charotar Sandesh