૧૪મી ડીસેમ્બરે અમૃતપર્વ ઉજવાશે : ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેયા નાયડુજીના વરદ હસ્તે સીવીએમ યુનિવર્સિટીની જાહેરાત કરાશે…
આણંદ : આણંદ શહેરમાં આવેલા એન.ડી.ડી.બી. સંકુલમાં આગામી તા.૧૪/૧૨/૨૦૧૯ ના રોજ ભારત ના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈંયાનાયડુ ઇરમામાં આયોજિત ઇરમાના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પધારી રહ્યા છે.
તે પહેલાં ઉપરાષ્ટ્રપતિ એન.ડી.ડી.બી.સંકુલની મુલાકાત નિરીક્ષણ કરશે. તેઓની સાથે ગુજરાત ના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વિશેષ હાજરી આપશે આ વેળાએ એન.ડી.ડી.બી.ના સંચાલકશ્રીઓ સાથે રહેશે.
ત્યારબાદ બપોરે ૩-૦૦ વાગે ઉપરાષ્ટ્રપતિજી અને રાજ્યપાલશ્રી ચારુતર મંડળ આયોજિત ચારૂત્તર વિધામંડળના કાર્યકાળના ૭૫ વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવના ઉદધાટન ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા હંકારી જશે, શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા ચારૂત્તર વિધામંડળના પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનું અને રાજ્યપાલશ્રીનું ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવકારશે અને અમૃત મહોત્સવ કાર્યક્રમ માટે દોરી જશે. તા.૧૫/૧૨/૨૯૧૯ રોજ સવારે ૯વાગે મહામહિમ ઉપરાષ્ટ્રપતિજી અને રાજ્યપાલશ્રી એસ.પી. યુનિ.ના યોજાયેલા કોનવોકેશન કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ રવાના થશે.