વડોદરામાં સલામત સવારી એસટી અમારીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ગુજરાત એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એક ઘટનામાં વડોદરામાં સાવલી આવતી બસનું પૈડું ચાલુ બસે નીકળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. વડોદરામાં પાણીગેટ સંચાલિત ડેપોની આ બસ ફાળવેલી છે,
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ભૂતડીઝાપાથી સાવલી આવતી બસનું પૈડું નીકળી ગયું હતું. સાવલી પીક અપ ડેપોમાં જતી વેળાએ આ ઘટના બની હતી. પાણીગેટ સંચાલિત ડેપો દ્વારા આ બસ ફાળવવામાં આવી હતી.સરકારી બસોના મેન્ટેનેન્સને લઇને લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. છતાં બસોનું મેઇન્ટેન્સ થતું નથી. પ્રજાને હેરાનગતી ભોગવવી પડી રહી છે.