Charotar Sandesh
ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન માટે પૈસા લેતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ…

સુરત : દરેક લોકોનું સપનું હોય છે કે તેનો પાસપોર્ટ હોય અને તેના આધારે તે વિદેશની યાત્રા પણ કરે. પાસપોર્ટ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી તેને મેળવવા માટેની પ્રક્રિયા અન્ય દસ્તાવેજો મેળવવાની સરખામણીમાં લાંબી છે. પાસપોર્ટ ઓફિસ ખાતેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતમાં પોલીસ વેરિફિકેશન કરવું પડે છે. પોલીસ વેરિફિકેશ સમયે પૈસા લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. હવે આવો જ એક મામલો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી પૈસા લેતો કેમેરામાં કેદ થઈ ગયો છે.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો વીડિયો હાલ ફરતો થયો છે. આક્ષેપ છે કે તે પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. એવો આક્ષેપ છે કે, પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા તમામ અરજદારો પાસેથી ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે.
એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો છે. તેમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા અરજદારો પાસેથી આ જ રીતે રૂપિયા લેવામાં આવે છે. જાગૃત નાગરિકનો આક્ષેપ છે આજની તારીખમાં પણ આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે. આ મામલે તપાસ કરીને પૈસા ઉઘરાવતા કર્મચારી સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ ઓફિસ તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ અરજદાર કોઈ ગુનાહિત ઇતિસાસ નથી ધરાવતો તેમજ પાસપોર્ટમાં લખેલા જે તે સ્થળે રહે છે કે નહીં સહિતની ખરાઈ પોલીસ તરફથી કરવામાં આવે છે.

Related posts

વડોદરા : શહીદ સંજય સાધુને અશ્રુભીની આંખે અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ…

Charotar Sandesh

વિપક્ષ પાસે મુદ્દો નથી, રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથી : રૂપાણી

Charotar Sandesh

કોરોનામાં નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત…

Charotar Sandesh