નાગરિકતા વિરોધી દેખાવોમાં જે હિંસા થઈ તેમાં ઓડીસા કોંગ્રેસના નેતાનો વિડીયો વાયરલ: સ્થાનિક ઘટના સમયે દેખાવો થયા હતા…
ભુવનેશ્વર : નાગરિકતા વિરોધી દેખાવોમાં જે હિંસા થઈ તેમાં ભાજપ આ હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે તે સમયે જ ઓડીસા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પુર્વ સાંસદ દિપક માંઝીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કાર્યકર્તાઓને પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખવા જણાવતા હોવાનું નજરે ચડે છે અને તક મળે ત્યારે સરકારી સંપતિને આગળ લગાડી દેવી તેવી પણ સૂચના આપી છે.
જો કે તેઓએ આ વિરોધ પ્રદર્શન નાગરિકતા મુદે નહી પણ સ્થાનિક એક 16 વર્ષીય કિશોરી પર ગેંગરેપ અને હત્યા સામે કોંગ્રેસે 12 કલાકના બંધનું એલાન આપ્યુ હતું તે સમયે આપી હતી. પ્રદીપ માંઝી નવરંગપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે દેખાવો કરી રહ્યા હતા. તે સમયે તેઓએ એક સમર્થકને ફોન કરીને પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખવા જણાવ્યું હતું અને કહ્યું કે જેઓ આદેશ મળે કે તુર્ત જ સરકારી સંપતિને આગ લગાડી દેવાની છે. જો કે પોલીસ સતર્ક હતી અને તેથી એક જુની ગાડીને આગ લગાડવાની કોશીશ થઈ હતી. હવે કોંગ્રેસના નેતા સામે હિંસા ફેલાવાનો કેસ દાખલ થયો છે.