Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો અને દેશદ્રોહીઓને સરકારી નોકરી અને પાસપોર્ટ નહીં મળે

જમ્મુ-કાશ્મીરમાં

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજોએ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારે આમની પર ગાળિયો કસવા માટે એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે. સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

ટોચના સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, સીઆઇડીની ખાસ શાખાએ તમામ યુનિટ્‌સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.

કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક સીઆઇડી રિપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા એક સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો માટે એ જણાવવું જરૂરી હશે કે શું પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પાર્ટી અથવા સંગઠન સાથે જોડાયેલો છે? અથવા કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લીધો છે?

Other News : આમ આદમીને ઝટકો : એલપીજી સિલિન્ડરના ભાવમાં ૭૩ રૂ.નો તોતિંગ વધારો

Related posts

ભારતી એરટેલને વધુ એક ઝટકો : વાણિજ્ય મંત્રાલયે બ્લેકલિસ્ટ કરી…

Charotar Sandesh

વિશ્વમાં ૮૦ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર

Charotar Sandesh

અયોધ્યા વિવાદ ઃ સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Charotar Sandesh