Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે હેકેથોન કોમ્પિટિશનની ફાઇનલ યોજાઇ…

ચાંગાની વિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેક્નોલૉજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા કોમ્પ્યુટર-આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે ૧૧ મી સપ્ટેમ્બરે થોમસન રોઈટર્સ કંપની દ્વારા હેકેથોન કોમ્પિટિશનની ફાઇનલ યોજવામાં આવી હતી. થોમસન રોઈટર્સ કંપનીની ૯૦ દેશોમાં ઓફિસો છે જેમાં ભારતમાં ૭ અને ગુજરાતમાં એકમાત્ર અમદાવાદમા છે.

કોમ્પિટિશનના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતની વિવિધ ૧૦થી વધુ કોલેજોના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી તેમાંથી ૧૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી ફિનાલેમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ હાજર રહી પોતાની કોડિંગ સ્કિલ દ્વારા કંપની દ્વારા આપવામાં આવેલા વિવિધ પ્રોબ્લેમ માટે નિરાકરણ આપ્યું હતું. કોમ્પિટિશનમાં કુલ રૂ. ૮૦ હજાર ઉપરાંતના કેશ પ્રાઇસ પ્રથમ ૩ વિજેતાઓને આપશે અને ૧૦ થી ૧૫ વિદ્યાર્થીઓને કંપનીમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે ત્યાર પછી આ જ કંપનીમાં જોબ કરવાની તક મળશે.
આ ઈવેન્ટનું આયોજન ઝ્રજીઁૈં્‌ ના પ્રિન્સિપાલ ડૉ. એ. ડી. પટેલ, ફેકલ્ટી ઓફ ટેક્નોલૉજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. અમિત ગણાત્રા, કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલના વડા પ્રો. અશ્વિન મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ચારુસેટની વિનસેલ નેટવર્કિંગ લેબ ટેક્નિશિયનો અને વિદ્યાર્થીઓના સતત પ્રયાસોથી આ ઈવેન્ટ ખૂબ સફળ થયો હતો.

Related posts

ચારુસેટ ખાતે ટેકનીકલ જ્ઞાન મહોત્સવ – કોગ્નિઝન્સ ૨૦૧૯નો ભવ્ય પ્રારંભ…

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીસ મીડીયમ સ્કૂલમાં વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન

Charotar Sandesh

આણંદ તાલુકાના નાવલી રિસોર્સ રૂમ ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો

Charotar Sandesh