Charotar Sandesh
વર્લ્ડ

ઘૂંટણે બેઠાં પોપ, એક પછી એક તમામ નેતાઓના પગ ચૂમ્યા; ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના

  • પોપ સામાન્ય રીતે એક ધાર્મિક વિધિ તરીકે Holy Thursday પર કેદીઓના પગ ધૂએ છે.

 

વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસે દક્ષિણ સુડાનની લડખડાતી શાંતિ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે વિનમ્રતાનું અભૂતપૂર્વ ઉદાહરણ રજૂ કરતા આફ્રિકન દેશના પ્રતિદ્વંદ્વી નેતાઓના પગે પડ્યા અને ચૂમ્યા. આફ્રિકન નેતાઓ માટે વેટિકનમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં પોપે દક્ષિણ સૂડાનના પ્રેસિડન્ટ અને વિપક્ષી નેતાને વધતા સંકટ છતાં સમજૂતી સાથે આગળ વધવાનું કહ્યું. ત્યારબાદ તેઓ ઘૂંટણે બેસી ગયા અને એક પછી એક નેતાઓના પગને ચૂમ્યા.

પોપ સામાન્ય રીતે ધાર્મિક વિધિ દરમિયાન Holy Thursday પર કેદીઓના પગ ધૂએ છે, પરંતુ નેતાઓની સાથે પહેલાં આવું ક્યારેય નથી કર્યુ. પોપે પોતાના સમાપન વક્તવ્યમાં સાઉથ સૂડાન અંગે કહ્યું, હું હૃદયથી કામના કરું છું કે, શત્રુતા આખરે સમાપ્ત થઇ જશે, યુદ્ધવિરામનું સન્માન કરવામાં આવશે, રાજકીય અને જાતિય વિભાજન સમાપ્ત કરવામાં આવશે અને એ તમામ નાગરિકોના સામાન્ય હિત માટે સ્થાયી શાંતિ સ્થાપિત થશે જે રાષ્ટ્ર નિર્માણને આરંભ કરવાનું સ્વપ્ન જૂએ છે.

Related posts

પાકિસ્તાનની ઇમરાન સરકારે ભારતથી કૉટન અને ખાંડની આયાતને મંજૂરી આપી…

Charotar Sandesh

ઈન્ડોનેશિયામાં બાળકો માટે ’કાળ’ બન્યો ડેલ્ટા વેરિયન્ટ : અત્યાર સુધીમાં ૮૦૦ના મોત

Charotar Sandesh

દુનિયાના સૌથી વૃદ્ધ મહિલા, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ…

Charotar Sandesh