Charotar Sandesh
ઈન્ડિયા

ચિદમ્બરમ્‌ને ફટકો : સુપ્રિમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો…

પૂર્વ નાણાંમંત્રી સામે ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી, ધરપકડ સંભવ, સીબીઆઇએ ચિદમ્બરમ્‌ની અરજી પર સુપ્રિમમાં કેવિએટ દાખલ કરી…

ન્યુ દિલ્હી,
આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં ફરાર એવા પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી છે. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ જ રાહત મળતી નથી દેખાતી. ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને સ્પષ્ટ કહી દીધું હતું કે અરજીકર્તા આગામી સુનાવણીની રાહ જુઓ.
પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બર INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં ગુમ થઈ ગયા હતાં. તેમની પર ધરપકડની તલવાર લટકી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો તમામ ખામીઓ દૂર થઈ છે તો મામલાની સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, અમે માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ.
કોંગ્રેસના સાંસદનો પક્ષ રજુ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચિદમ્બરમની ધરપકડ રોકવાની અપીલ કરી હતી. તેમણે દલીલ આપી હતી કે, મારા અસીલ ક્યાંય ભાગી નથી જતા. જોકે આ મામલે કોર્ટે કહ્યું હ્‌તું કે, અરજીકર્તાની અરજી દોષપૂર્ણ છે અને તેને ખામિમુક્ત કર્યા બાદ જ લિસ્ટિંગ માટે મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે, અમે આનાથી વધારે કશું જ ના કરી શકીએ. અરજીકર્તાએ આજ સવાર સુધીની રાહ જોઈ પડશે.
આ ઉપરાંત, રજિસ્ટારે કોર્ટને જાણકારી આપી કે લિસ્ટિંગ પર નિર્ણય ચીફ જસ્ટિસે કરવાનો છે, પરંતુ અમે તે આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ચીફ જસ્ટિસ હાલમાં અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે, એવામાં તેમને વચ્ચે ટોકી ન શકાય. કપિલ સિબ્બલે આ મામલે ભાર મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, જો ચીફ જસ્ટિસ તેમને આદેશ આપે છે તો તેઓ આ મામલાની સુનાવણી કરી શકે છે.
કપિલ સિબ્બલે ચિદમ્બરમ વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ પર પણ તેમના વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો હતો. તેમાને કહ્યું હતું કે, મારા ક્લાઈંટ ક્યાંય ભાગી નથી જતા. તેવી જ રીતે મારા ક્લાઈંટ ક્યાંય છુપાયા પણ નથી. તેમ છતાયે તેમના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી દેવામાં આવી છે. સીબીઆઈએ તેમના ઘર પર એક નોટિસ પણ ચોંટાડી દીધી તેમ પણ સિબ્બલે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટથી પી. ચિદમ્બરમને તાત્કાલિક ધરપકડથી રાહત મળવાને લઈ આંચકો લાગ્યો છે. તો બીજી તરફ ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ તરફથી પી. ચિદમ્બરમની વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર કરી દીધો છે. એટલે કે હવે પી. ચિદમ્બરમ જો દેશની બહાર જવાનલ પ્રયાસ કરશે તો એરપોર્ટ પર તેમને પકડવામાં આવી શકે છે.
બીજી તરફ, સીબીઆઈએ ચિદમ્બરમની અરજી પર સુપ્રીમમાં કેવિએટ દાખલ કરી છે. ચિદમ્બરમની અરજી પર એકપક્ષીય આદેશ જાહેર ન કરવાની માંગ કરવામાં આવી છે. પ્રક્રિયા મુજબ હવે સુપ્રીમ કોર્ટથી ચિદમ્બરમને તાત્કાલીક ધરપકડથી સંરક્ષણ મુશ્કેલ છે. સીબીઆઈનો પક્ષ જાણ્યા બાદ જ સુપ્રીમ કોર્ટ કેવિએટ દાખલ થતાં આદેશ જાહેર કરે છે.

Related posts

ટેકનોલોજીના ગુલામ નહિ મિત્ર બનો : વિદ્યાર્થીઓને મોદી મંત્ર…

Charotar Sandesh

‘બાબા કા ઢાબા’ના માલિકને પ્રખ્યાત કરનાર યુ-ટ્યૂબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ…

Charotar Sandesh

કોરોનાના નવા વેરિએન્ટને લઈ કેન્દ્ર એલર્ટ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપ્યા આ આદેશ

Charotar Sandesh