Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

ટ્રમ્પ ઇફેકટ : અમેરીકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

ટ્રમ્પ ઇફેકટ વચ્ચે સંખ્યા ૪૦ ટકા સુધી ઘટી : અમેરીકા અને બ્રિટન જવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ક્રમશઃ ૩૮ અને ૪૨ ટકા સુધી ઘટાડો નોંધાયો…

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે અમેરિકામાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અન્ય પરિબળો પણ આના માટે જવાબદાર રહ્યા છે. યુરોપિયન યુનિયનમાંથી ગયા વર્ષે બ્રિટનની બાદબાકી થયા બાદ અને ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે આ દેશોમાં નોકરી માટે ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને બ્રિટનમાં જવા ઇચ્છુક અને નોકરી કરવા ઇચ્છુક ભારતીયોમાં ક્રમશઃ ૩૮ ટકા અને ૪૨ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં આ ઘટાડો નોંધાયો છે. એકંદરે નોકરીની શોધમાં વિદેશ જતાં ભારતીયોની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વિકસિત દેશોમાં અસ્થિર રાજકીય સ્થિતિના પરિણામ સ્વરુપે પણ અંધાધૂંધી ફેલાયેલી છે. ભારતીયો ઘરઆંગણે નોકરીની શોધ કરવામાં હવે વધારે ધ્યાન આપી રહ્યા છે. ભારતમાં પણ વિદેશથી નોકરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એશિયા પેસિફિક પ્રદેશમાંથી ભારતમાં હવે નોકરી કરવા માટે લોકો આવી રહ્યા છે. ભારત આવી રહેલા આવા લોકોની સંખ્યામાં ૧૭૦ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બ્રિટનમાંથી ભારતમાં નોકરી કરવા આવતા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.

નવેસરના આંકડા દર્શાવે છે કે, પહેલાની સરખામણીમાં ટ્રેન્ડ બદલાયો છે અને હવે વિદેશમાંથી લોકો ભારતમાં નોકરી કરવા માટે વધુ આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્રમાં સ્થિર રીતે વધારો થઇ રહ્યો છે. સાથે સાથે રાજકીય અનિશ્ચિતતાનું કોઇ વાતાવરણ નથી.

  • Mr. Naren Patel

Related posts

પીએમ મોદી પોતાના જ જૂઠાણાની લહેરમાં ડૂબી જશેઃ નવજાત સિદ્ધુ

Charotar Sandesh

કોરોનાના નવા વેરિએન્ટને લઈ આ પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો

Charotar Sandesh

પ્રધાનમંત્રી FAOની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા ૭૫ના ચલણી સિક્કાનું વિમોચન કરશે…

Charotar Sandesh