Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના નવા વેરિએન્ટને લઈ આ પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો

Covidના નવા વેરિએન્ટ

ન્યુ દિલ્હી : ચીનમાં હાહાકાર મચાવનાર Covidના નવા વેરિએન્ટને લઈ ભારતમાં કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ આ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. કોઈપણ મુસાફરમાં કોવિડ-૧૯નાં લક્ષણો જોવા મળે તો તે લોકોને ક્વોરેન્ટીન કરાશે.

આ વેરિયન્ટની સપ્ટેમ્બરથી જ ભારતમાં એન્ટ્રી થયેલ છે, એના માત્ર ૪ કેસ છે, જેમાંથી ૩ કેસ ગુજરાતમાં તેમજ ૧ દર્દી ઓડિશાનો છે.

નોંધનીય છે કે, કોરોનાના BF.7 નવા વેરિએન્ટને લીધે China માં રોજ ૫ હજાર દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

કેન્દ્ર મંત્રાલયે રાજ્યોને પત્ર લખી સૂચના આપી કે, બધા વેન્ટિલેટર ચેક કરી રાખો અને Oxyzen નો સ્ટોક રાખો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર મોકલી આદેશ આપ્યા છે કે, ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે, પરંતુ આવનારા પડકાર માટે આપણે અગાઉથી તૈયાર રહેવું પડશે, તમામ રાજ્યોને ઓક્સિજનના પુરવઠામાં કોઈ કમી ન થાય તેનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય મશીનોને સારી સ્થિતિમાં રાખવા જોઈએ.

Other News : કોરોનાના નવા વેરિએન્ટને લઈ કેન્દ્ર એલર્ટ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપ્યા આ આદેશ

Related posts

તારીખ-પે-તારીખ : શું ખરેખર ૧ ફેબ્રુઆરીએ નરાધમોને ફાંસી થશે..!?

Charotar Sandesh

મોદી સરકાર પર રાહુલના પ્રહારો : ૪-૪ લોકડાઉન નિષ્ફળ ગયા દેશ પરિણામ ભોગવે છે…!

Charotar Sandesh

શેર બજારમાં રોકાણની સલાહ આપનારા લોકો હવે ઇન્વેસ્ટરો માટે ટ્રેડીંગ નહિ કરી શકે…

Charotar Sandesh