મુંબઇ : દબંગ સીરિઝની ત્રીજે ફિલ્મે રિલીઝ થયા પહેલાં જ ૧૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મે એમેઝોન પ્રાઈમને ઓનલાઇન સ્ટ્રીમિંગ, ટી સીરિઝને મ્યુઝિક અને જીને સેટેલાઈટ્સ રાઇટ્સ વેચી દીધા છે.
દબંગ ૩એ પોતાના ડિજિટલ રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમને ૬૦ કરોડ રૂપિયામાં વેચ્યા છે. ૮૦ કરોડ રૂપિયામાં સેટેલાઈટ રાઈટ્સ જીને વેચ્યા છે. આ ઉપરાંત ટી સીરિઝે ૧૫ કરોડ રૂપિયામાં ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ ખરીદ્યા છે.
સલમાન ખાન બેનર હેઠળ બનેલ આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. અરબાઝ ખાન અને સલમાન ખાન ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે, હવે ફિલ્મ આ વર્ષે ૨૦ ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીની સાથે કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે.