પોલીસે તમામ નબીરાઓ પાસેથી વિદેશી દારૂની બોતલો અને એક કાર જપ્ત કરી હતી
અમદાવાદ,
અમદાવાદના એસ.જી હાઇવે પાસે આવેલી રાજપથ ક્લબ પાછળ બાગા રોસામાં કેટલાક નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વસ્ત્રાપુર પોલીસે રાજપથ ક્લબ પાછળ આવેલી બાગા રોસામાં ઓચિંતી રેડ કરી હતી.
આ રેડમાં શહેરના ૮ નબીરાઓ ઝડપાયા હતા. જેમાં ૮ લોકોને દારૂ પીધેલી હાલમાં ઝડપી પાડ્યાં હતાં. આ તમામ લોકો પાસેથી દારૂનો જથ્થો મળ્યો ન હતો. આ ૮ લોકોનો મેડિકલ ટેસ્ટ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસે તમામ નબીરાઓ પાસેથી વિદેશી દારૂની બોતલો અને એક કાર જપ્ત કરી હતી. પોલીસે ત્યારબાદ ૮ નબીરાઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં જે શહેરના ૮ નબીરાઓ ઝડપ્યા છે. તેમના નામ દુસ્યત શ્રીમાણી, (રહે. નરોડા), નિસર્ગ દેસાઈ (શેલા), નીરવ સોની (ન્યુ રાણીપ), ચેતનસિંહ રાઉલજી (શેલગામ) જય દેસાઈ (શેલા ગામ), ચિરાગ શાહ (નારણપુરા), સચિન પટેલ (સોલા રોડ) અને સંજય શાહ (જોધપુર ગામ)નો સમાવેશ થાય છે.