છેલ્લાં કેટલાક સમયથી ફેસબુક અને વોટ્સએપ ન્યુડ વીડિયો કોલ દ્વારા લોકોને ફસાવીને તેમની પાસેથી ઓનલાઈન ખંડણી માંગવામાં આવી રહી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે
અત્યારે સોશિયલ મિડીયામાં નવો ટ્રેન્ડ ચાલે છે જેમાં તમને કોઈ અજાણ્યા નંબર કે એકાઉન્ટથી વિડીયો-કોલ આવે અને સામે છોકરી નિવસ્ત્ર થઈ ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવી બ્લેકમેલ કરી ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે તેમજ સ્ક્રીન રેકોર્ડીંગ કરી વાઈરલ કરવાનું કહી ધમકાવી આ ગેંગ દ્વારા છેતરપીંડી આચરવામાં આવી રહ્યું છે.
આણંદ સાયબર સેલ દ્વારા મોબાઈલ વાપરતાં યુવાનોને સતર્ક રહેવા અપીલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે
મળતી માહિતી મુજબ, છેલ્લાં કેટલાક સમયથી આણંદ જિલ્લામાં સુંદર ચહેરાવાળી યુવતી દ્વારા ફેસબુક ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવે છે. જો કોઈ રીક્વેસ્ટને એક્સેપ્ટ કરે તો તેની સાથે ત્યારબાદ અજાણ્યા ફેસબુક મેસેન્જર અથવા તો વોટ્સએપ દ્વારા ન્યુડ વીડિયો કોલ કરીને તેમને પણ ન્યુડ થવાનું જણાવે છે. ગોરી ચામડી જોઈને લપસી જનાર વ્યક્તિ પેલી વ્યક્તિ કહે તેમ કરવા માટે તૈયાર થઈ જાય ત્યારબાદ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે. અને આ રેકોર્ડિંગ જે તે વ્યક્તિને મોકલીને તેને બદનામ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરવામાં આવે છે. સમાજમાં આબરૂ જવાની બીકે આવા કેટલાય વ્યક્તિઓ દ્વારા સાયબર ક્રિમીનલો દ્વારા માંગવામાં આવેલી હજારો રૂપિયાની ખંડણી ચુકવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
વધુમાં, અનેક લોકો આ રીતે સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે પરંતુ તેઓ ફરિયાદ કરવા તૈયાર થતા નથી, તેઓએ હિંમત રાખીને સાયબર પોલીસ મથકનો સંપર્ક કરવો જોઈએ જેથી આવા સાયબર ક્રિમિનલોને પકડવામાં મદદરૂપ થઈ શકાય. સાથે સાથે તેમણે આણંદની પ્રજાના સાવધાન કરતા આવી સુંદર ચહેરાવાળી ફેસબુક ફ્રેન્ડ રીક્વેસ્ટને એક્સ્પેક્ટ નહીં કરવા માટે પણ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.
Other News : આણંદ : લઘુમતી કોમના યુવકોએ લાકડાના દંડા ફટકારી ગાયની હત્યા કરી : આરોપીની અટકાયત