જમ્મુ : અત્યારે PMC બેન્કના કૌભાંડથી દેશના નાના-મોટા બેંક ખાતાધારકો ચિંતિત છે ત્યારે વધુ એક બેંકનું કૌભાંડ બહાર આવ્યું છે. જમ્મુ કાશ્મીર બેન્કનું ૧૧૦૦૦ કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. બેંકનું લોન કૌભાંડ સામે આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ દાખલ થઇ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ રકમ બેંક દ્વારા રાઇસ એકસપોર્ટ્સ ઇન્ડિયા એગ્રો લિમિટેડને આપવામાં આવી છે.
એસીબીના એક પ્રવકતાના જણાવ્યા પ્રમાણે ફરિયાદ થયા બાદ તરત જ વિવિધ ટીમોએ બેંકના પૂર્વ અધ્યક્ષ મુશ્તાક અહમદ શેખ સહિત ૧૨થી વધારે આરોપી બેંક અધિકારીઓના કાશ્મીર, જમ્મુ અને દિલ્હી સ્થિત ઘરો ઉપર છાપા માર્યા હતા. જેમાંથી કાશ્મીરમાં ૯, જમ્મુમાં ૪ અને દિલ્હીમાં ૩ વિસ્તારોનો સમાવેશ થાય છે.