અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં મકાનના ધાબા પર દારૂની મહેફીલ માણતાં ૩ યુવતીઓ સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ- બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે. આ લોકો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફીલ માણી રહ્યાં હતાં.
મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં આવેલા રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર ૧૦ જેટલા યુવક યુવતીઓની દારૂની મહેફિલ માણતા હતા. આ બાબતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતીના આધારે પોલીસે ૪ નંબરના બંગલામાં રેડ કરી ત્રણ યુવતીઓ અને ૭ યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં. પોલીસને બે ખાલી દારૂની બોટલો મળી હતી.
પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી. મોહિલ પટેલ રિજન્ટ પાર્કમાં જ રહે છે પણ હાલ નાગપુરમાં નોકરી કરતો હોવાથી ત્યાંથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. નવાઈની વાત એ છે કે, ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ- બહેન અને પતિ-પત્નીનો પણ સમાવેશ થાય છે.
આ અગાઉ હજી થોડા દિવસ પહેલા પણ અમદાવાદ સોલા રોડ પર આવેલી કલબમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા હતા. આ નબીરાઓ કલબના માલિક પણ ઝડપાયા હતા. દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને સોલા પોલીસે ઝડપી લીધા હતા.
દારૂ પીતા પકડાયેલા
મોહિલ પટેલ (ઉ.વ ૨૭, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ)
કિર્તન પટેલ (ઉ.વ ૨૩, સોમેશ્વર પાર્ક, થલતેજ)
ગિરીશ ફુલવાણી (ઉ.વ ૨૬, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા)
કરણ પટેલ (ઉ.વ ૨૪, ત્રિશુલા ટાવર, હેબતપુર)
ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ ૨૭, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા)
શીખા વિક્રમ શાહ (ઉ.વ ૨૬, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા)
કુશાન કંસારા (ઉ.વ ૨૬, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ)
હિમાની કુશાન કંસારા (ઉ.વ ૨૪, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ)
રિષભ ગુપ્તા (ઉ.વ ૨૪, ત્રિશુલ વાટિકા, હેબતપુર)
દેવયાની પટેલ (ઉ.વ ૨૫, હિન્દૂ કોલોની, નવરંગપુરા