Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર મધ્ય ગુજરાત

બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે, તપાસ શરૂ…

અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે યુ.કે. જતા નડિયાદના બે યુવકોને બોગસ ડિગ્રીના આધારે ઝડપી પાડ્યા હતા…

ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં સેટલ થવા માટે યુવાનો કોઇપણ રીતે ફોરેન જવા તૈયાર થઇ જાય છે…!

અમદાવાદ : રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટ અને ડિગ્રીના મારફતે વિદેશ મોકલવાની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલા જ બોગસ ડિગ્રી દ્વારા યુકે જતા બે યુવકોની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારના કેસ ચરોતર પંથકમાંથી વધારે બહાર આવી રહ્યા છે. હાલમાં આણંદ, નડિયાદ, વિદ્યાનગર તપાસ ચાલી રહી છે. બીજીતરફ ધરપકડના ડરથી કેટલાક એજન્ટો ઓફિસ બંધ કરીને ગાયબ થઇ ગયા છે. ઓનલાઇન પણ એવી કેટલીક ફેક વેબસાઇટો ચાલે છે જે બોગસ રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકવાના કામ કરતા રહે છે.

ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં સેટલ થવા માટે યુવાનો કોઇપણ રીતે ફોરેન જવા તૈયાર થઇ જાય છે. આ વાતનો ફાયદો ઉઠાવીને કેટલાક એજન્ટો બોગસ ઓફિસ ખોલીને વિદ્યાર્થીઓ વિદેશ મોકલવાની લાલચ આપી મોટી રકમ ખંખેરે છે. અગાઉ પણ ચરોતર પંથકમાં બોગસ ડિગ્રી દ્વારા યુવકોને વિદેશ મોકવાની ઘટનાઓ સામે આવી હતી. એજન્ટો જે યુવકોની વિદેશ જવાની ઇચ્છા હોય તેમને શોધીને તેમના ફેક ડોક્યુમેન્ટ બનાવે છે. ત્યારબાદ વિઝા સહિતનો ખર્ચનું પેકેજ તૈયાર થાય છે. એજન્ટો ૫૦-૬૦ હજારથી લઇ લાખો રૂપિયા સુધીના ફેક ડોક્યુમેન્ટ બનાવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ વિદેશ જવાની લાલચમાં જોયા જાણ્યા વગર પૈસા ખર્ચી નાખે છે.

અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે યુ.કે. જતા નડિયાદના બે યુવકોને બોગસ ડિગ્રીના આધારે ઝડપી પાડ્યા હતા. યુવકોએ વિદેશ જવા માટે એજન્ટ પાસેથી છત્તીસગઢની ડો.સીવી રામન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મેળવી હતી. પોલીસે બંનેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૧૯ના હાલના સમયમાં ૧૩ જેટલા કેસ કરવામાં આવ્યા છે.

Related posts

ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Charotar Sandesh

વડોદરામાં રાતના ૭ વાગ્યાથી બજારો બંધ કરવા મેયર-સીપીને વેપાર વિકાસ એસો.ની અપીલ…

Charotar Sandesh

આણંદ : પોઝીટીવ દર્દીઓ સ્વસ્થ થતાં 29 ગામોના વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા…

Charotar Sandesh