ઝારખંડના ખુંટીમાં વિશાળ જનસભાને વડાપ્રધાનનું સંબોધનઃ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો…
જમશેદપુર/રાંચી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના ખૂંટીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું- પહેલા ચરણના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ છે. લોકંતંત્રને મજબૂત કરવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પ્રત્યે ઝારખંડના લોકોની આસ્થા અભૂતપુર્વ છે. ભાજપ સરકારે નક્સલવાદની કમર તોડી નાખી છે. તેને ખૂબ નાના વિસ્તાર સુધી સમેટી દેવાયો છે. તેનાથી ડરનો માહોલ ઓછો થયો છે. વિકાસનો માહોલ બન્યો છે.
નરેન્દ્રભાઈએ જણાવેલ કે પહેલા તબકકાના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઈ છે. લોકતંત્રને મજબુત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન પ્રત્યે ઝારખંડના લોકોની આસ્થા અભૂતપૂર્વ છે. ભાજપ સરકારે નકસલવાદની કમર તોડી છે. તેમને ખુબ જ નાના વિસ્તારમાં સમેટી લીધા છે. તેમનો ડરનો માહોલ પણ ઓછો થયો છે અને વિકાસનો માહોલ બન્યો છે. પહેલા તબકકામાં જે પ્રકારે ઝારખંડના લોકો મતદાન કરવા પહોચ્યા અને મતદાન કર્યુ તે બદલ હું મતદારોનું અભિનંદન કરૂ છુ. જો કે ૩૦ નવેમ્બરે નિરાશામાં ડૂબેલ લોકોએ એવા લોકોને જેમણે ઝારખંડની જનતા નકારી ચુકી છે. પહેલા ચરણના મતદાન સમયે અહીં માહોલ ખરાબ કરવાની કોશીશ થઈ. આખા દેશે જોયુ, પણ ઝારખંડના લોકોના પ્રયત્નોથી તે નાકામ થઈ ગઈ હતી. જયારે ત્રીજી વાતએ સ્પષ્ટ થઈ કે ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે એક વિશ્વાસની ભાવના જાગી છે. ઝારખંડનો વિકાસ જો કોઈ કરી શકે તો તે ફકત ભાજપ જ કરી શકે છે. એજ ભાવના મને ખુંટીમાં દેખાઈ રહી છે.