Charotar Sandesh
બોલિવૂડ

ભારતની નાણાકીય સ્થિતિના બદલાવ આધારિત ફિલ્મમાં અજય દેવગણ ચમકશે…

મુંબઈ,
અભિષેક બચ્ચન અને અજય દેવગણની જોડી ફરીવાર સાથે કામ કરશે. બન્ને પહેલીવાર ૨૦૦૩ની ‘ઝમીન’ ફિલ્મમાં દેખાયા હતા. છેલ્લે બન્ને ૨૦૧૨ની કોમેડી ફિલ્મ ‘બોલ બચ્ચન’માં દેખાયા હતા. હવે બન્ને ફરીવાર એક ફિલ્મ માટે ભેગા થઇ રહ્યા છે. અજય દેવગણ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અભિષેક બચ્ચન અને ઇલિયાના ડિક્રુઝ છે. આ લીડ પર એકબીજાની ઓપોઝિટ કાસ્ટ નથી થયા. આ ફિલ્મને ‘ટોટલ ધમાલ’ના ક્રિએટિવ ડિરેક્ટર કૂકી ગુલાટી ડિરેક્ટ કરવાના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ૧૯૯૦થી ૨૦૦૦ વચ્ચે ભારતની ફાઇનાન્શિયલ સિસ્ટમમાં જે ફેરફાર થયા તેના પર આ ફિલ્મ આધારિત છે. અજયને ફિલ્મનો વિષય ખૂબ ગમ્યો એટલે તેણે તરત જ ફિલ્મને પ્રોડ્યૂસ કરવા માટે હા કહી દીધી હતી. ઇલિયાનાનો આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે પરંતુ તે અભિષેક સાથે જોડીમાં નથી. ફિલ્મમાં અજય દેવગણ એક્ટર તરીકે જોડાશે કે કેમ એ હજુ નક્કી નથી. હાલ તો ટીમ અભિષેક સાથેની જોડીદાર એક્ટ્રેસની શોધમાં છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે.

Related posts

સડક-૨ જોવા પર ટ્રોલ થઈ અભિનેત્રી રશ્મિ દેસાઇ, ઘણા યુઝર્સે કરી અનફોલો…

Charotar Sandesh

અભિનેત્રી સોનાક્ષી સિંહા વેબ સિરિઝમાં ડેબ્યૂ કરશે..!!

Charotar Sandesh

ખેડૂત આંદોલનની વચ્ચે સલમાનનો નવો લૂક ધડાધડ થયો વાયરલ…

Charotar Sandesh