ભારતના સૌથી ટચૂકડા પાડોશી દેશ ભૂટાને ચીન દ્વારા અપાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (મ્ઇૈં) ફોરમ બેઠકમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દીધુ છે. ભારતે અગાઉ આ આમંત્રણને ઠુકરાવી દીધેલુ છે. ભૂટાન સિવાયના ભારતના મોટાભાગના પાડોશી દેશો માલદીવ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ આ બેઠકમાં સામેલ થવાના છે. કહેવાય છે કે આ બેઠકમાં ૪૦ દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે.
સૂત્રો મુજબ ભૂટાન બીઆરઆઈ ફોરમ બેઠકમાં સામેલ થશે નહીં. ચીને ભૂટાનની નવી સરકારને લૂભાવવાની ખુબ કોશિશ કરી હતી. જેથી કરીને તેને ભારતના પ્રભાવથી દૂર લઈ જઈ શકાય.
ભૂટાન સાથે ચીનના રાજનયિક સંબંધ નથી જા કે તે પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે ચીન સાથે ભાગીદારી વધારવા માંગે છે. ભૂટાનની સરકારનું માનવું હતું કે બીઆરઆઈ ફોરમમાં તેની હાજરીથી ભારતમાં સારા સંકેત નહીં જાય. ભૂટાન આ અગાઉ પણ ૨૦૧૭માં આ બેઠકનો બોયકોટ કરી ચૂક્્યું છે.