Charotar Sandesh
વર્લ્ડ

USA : ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે 75 દિવસ માટે વિરાટ રક્તદાન અભિયાનનો પ્રારંભ

સ્વામિનારાયણ અક્ષરધામ

કુલ દસ સપ્તાહમાં 6000 pints એટલે કે આશરે 2840 લિટર કરતાં વધુ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક 

USA : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર શ્રી ડેવિડ ફ્રાઈડની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. 

આ મહોત્સવ અંતર્ગત,BAPS ચેરિટીઝ (BAPS Charities) દ્વારા સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓના સહયોગથી, New Jersey State ના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રક્તદાન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ દસ સપ્તાહ સુધી ચાલશે, અને New Jersey Stateમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે, આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે.  

આ રકતદાન યજ્ઞમાં સ્થાનિક રોબિન્સવિલ કોમ્યુનિટી અને સમગ્ર ઉત્તર અમેરિકામાં રહેતા લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.  યુએસએ ઉપરાંત કેનેડામાંથી પણ હજારો દાતાઓ આ અભિયાનમાં જોડાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે એકત્ર કરાયેલા રક્તને સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓમાં પહોંચાડવામાં આવશે.

જીવન-રક્ષાના આ ઉમદા કાર્યમાં BAPS ચેરિટીઝને મિલર-કીસ્ટોન બ્લડ સેન્ટર, New Jersey બ્લડ સર્વિસ, R.W.J. બાર્નાબાસ હેલ્થ, વાઇટલન્ટ અને અમેરિકન રેડ ક્રોસનો ઉમળકાભેર સહયોગ સાંપડી રહ્યો છે.

  • Nilesh Patel

Other News : ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ

Related posts

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : ઉમેદવાર જો બિડેનનો ભારતપ્રેમ ઉભરાયો…

Charotar Sandesh

અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવાયું

Charotar Sandesh

ભારતમાં બનેલ કોવિશિલ્ડ રસી લેનાર લોકો ફ્રાન્સમાં પ્રવેશ કરી શકશે

Charotar Sandesh