Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

માત્ર દંડ વધારવાથી માર્ગ અકસ્માતો ઓછા નહિ થાય, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી…

વાહન વ્યવહાર સરળતાથી ચાલે એવી વ્યવસ્થા કયાં છે દેશમાં ? પરિવહન વ્યવસ્થા, ડ્રાઇવર ટ્રેનિંગ, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી છે…

નવી દિલ્હી : વાહન વહેવારમાં શિસ્ત લાવવા માટે મોટર વ્હીકલ એકટમાં સુધારા દ્વારા મોટો દંડ એક માર્ગ છે પણ એ ત્યારે કે જયારે વાહન વહેવારને અવરોધ વગરનો બનાવવા માટેની પૂરી તૈયારી કરાઇ હોય. સંસદની સ્થાયી સમિતિ જ નહીં પણ પ્રધાનોના ગ્રુપ (જીઓએમ)એ પણ આ કાયદાના અમલીકરણ માટે દેશના આરટીઓ અને ટોલ પ્રણાલીના ડીજીટલીકરણ ઉપરાંત પરિવહન વ્યવસ્થા, ડ્રાઇવર ટ્રેનીંગ અને અકસ્માત માટે સંવેદનશીલ રોડની ડીઝાઇનોમાં ફેરફારના સૂચનો કર્યા હતા. આ મોરચા પર કોઇ ખાસ તૈયારી જોવા નથી મળી. એટલે ખાલી દંડ વધારી દેવાથી અકસ્માત મુકત વાહન વહેવારની કોઇ શકયતાઓ નથી.

વિભાજન હાઇવે પર ધ્યાનમાં આવેલા એકસીડન્ટ બ્લેક સ્પોટસની સ્થિતિ જેમની તેમ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નેશનલ હાઇવે પર ૬પ૧ અને સ્ટેટ હાઇવે પર ૧૩૮ બ્લેક સ્પોટ મળીને કુલ ૭૮૯ બ્લેકસ્પોટ ઓળખી લેવાયા છે અને એવું કહેવાઇ રહ્યું છે કે તેના પર કામ થઇ રહ્યું છે, પણ ત્રણ વર્ષ પછી પણ કોઇ એવું નથી કહી શકતું કે હકીકતમાં અત્યાર સુધીમાં કેટલા બ્લેક સ્પોટને સરખા કરાયા છે. જયાં સૌથી વધારે અકસ્માતો થતા હોય તેવા રોડના પ૦૦ મીટરના ભાગને બ્લેક સ્પોટ કહેવાય છે. આ બધા બ્લેક સ્પોટનો સરવાળો કરવામાં આવે તો કુલ ર૯પ કિ.મી. લાંબો રોડ બનાવવા જેટલું કામ થાય. સામાન્ય રીતે નેશનલ હાઇવે ઓથોરીટી આટલા લાંબા રોડનું કામ ત્રણ વર્ષમાં પુરૃં કરી લે છે, પણ ચાર વર્ષ પછી પણ સ્પોટનું કામ પુરૂ નથી થઇ શકયું. આના માટે ૧૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો દાવો કરાયો હતો.

Related posts

કોરોના કહેર વચ્ચે શહેરમાં ચિકનગુનિયાએ માથું ઊંચકતા લોકોમાં ચિંતા…

Charotar Sandesh

રિલાયન્સે ભર્યો ૬૭ હજાર કરોડનો જીએસટી : નંબર-૧ કંપની બની…

Charotar Sandesh

દેશમાં કોરોના અનસ્ટોપેબલ : ૩૪ જિલ્લામાં ૧૦ દિવસમાં બમણી સ્પીડથી ફેલાયું સંક્રમણ…

Charotar Sandesh