Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઇમાં આફતનો વરસાદ : આજે શાળા-કોલેજો-ઓફિસોમાં રજા જાહેર : ટ્રેનો રદ

માર્ગો જળબંબાકરમુંબઇ-પૂણેમાં દિવાલો ઘસી પડતા ૨૨ જણાના મોત

મુંબઈ,

રવિવારે રાત્રે મુંબઈમાં શરુ થયેલો તોફાની વરસાદ બાદ સોમવારે પણ વરસાદ વરસતો રહ્યો. વરસાદના કારણે મુંબઈમાં સ્થિતિ ખાસ્સી બદલાયેલી છે. ભારે વરસાદના કારણે મુંબઈની સ્પીડને બ્રેક વાગી ગઈ છે. રસ્તાઓની સાથે હોસ્પિટલો અને રેલવે સ્ટેશનનો પર પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગે મંગળવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે સરકારે તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કહેવામાં આવ્યું છે કે, આજે ૨ જુલાઈએ તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ બંધ રહેશે, સાથે જ સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં પણ પબ્લિક હોલિડે જાહેર કરાયો છે. મુંબઇ-પૂણેમાં દિવાલ ધસી પડતા ૨૨ના મોત થયા છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન-વ્યવહાર પર અસર પડી રહી છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. પાલઘરમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

Related posts

સોનામાં આગ ઝરતી તેજીઃ રેકોર્ડબ્રેક ૫૦૬૭૫ની સપાટીએ…

Charotar Sandesh

૩૭૦ કલમ નાબૂદ : કાશ્મીરમાં વધુ ૮૦૦૦ જવાન મોકલાયા…

Charotar Sandesh

રાહુલ ગાંધીએ લોકસભા સભ્યપદના શપથ ગ્રહણ કર્યા…

Charotar Sandesh