Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઈમાં ૪ દિ’થી એકધારો વરસાદ : શહેર પાણી-પાણી

રાત્રે ૧૧.૩૦થી સવારે ૫.૩૦ દરમિયાન વધુ ૩ ઈંચ ખાબકયો : શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા…

મુંબઈ,

મુંબઈમાં આજે સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસતા શહેર જળબંબાકાર થઈ ગયુ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સબવે અને માર્ગો ઉપરથી પાણી કાઢવા માટે મોટા મોટા પમ્પો લગાવવામાં આવ્યા છે. ગઈરાત્રે ૧૧.૩૦થી આજે સવારે ૫.૩૦ સુધીમાં વધુ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. અનેક માર્ગો ઉપર પાણી જ દેખાય રહ્યુ છે. લોકોને વાહન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યુ છે. અનેક વાહનો ફસાઈ ગયા છે.

લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળે છે. કુર્લા સીટીએસ રોડ પાણી – પાણી થઈ ગયો છે. સાયનમાં પણ પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલમાં રસ્તા ઉપર દૂર દૂરથી પાણી જ દેખાઈ રહ્યુ છે. ચેમ્બરની પોસ્ટલ કોલોની પણ જળબંબાકાર થઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે. ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. પાલઘર નજીક રેલ્વે ટ્રેક ડૂબી ગયા છે. જેને કારણે વેસ્ટર્ન લાઈન ઉપર ટ્રેન સેવા ખોરવાય છે. મુંબઈ માટે હવે વરસાદ આફતનો વરસાદ બન્યો છે.

Related posts

દેવ દિવાળી પર ૧૦ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્‌યા કાશીના ૮૪ ઘાટ

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩.૨૬ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર પર ૭ કરોડ ફોલોઅર્સ : દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

Charotar Sandesh