Charotar Sandesh
ગુજરાત

રાજ્યના પોલીસકર્મીઓને સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ કરાવવા ડીજીપીનો આદેશ…

અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીઓએ ૫ કિમી રનિંગ વોકિંગ કર્યુ…

રાજ્યના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ આદેશ આપ્યા છે. જેના પગલે અમદાવાદ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓની ફિટનેસ માટે કાર્યક્રમ શરૂ કર્યા છે. આજે વહેલી સવારે નાઈટમાં હોય તેમના સિવાયના જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓએ પાંચ કિલોમિટર રનિંગ- વોકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં તમામ કર્મચારીઓની શારીરિક તપાસ કરવામાં આવશે અને તેના પરથી તેમની ફિટનેસ માટે કસરતો અને વ્યાયામ કરાવવામાં આવશે.
પોલીસ કર્મચારીઓના ફિટનેસ માટે એક Police Role Model Programme નું આયોજન કરવા રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારીને Police Role Model of Week તરીકે બીરદાવવાનો રહેશે.
દરેક પોલીસ કર્મચારીની ફીટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફીટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફીટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કર્યું છે. ખાસ કરીને જે લોકો મોટાપા (obesity) ધરાવતાં હોય તેમના માટે ખાસ ફીટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

Related posts

નવસારીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જન્મદિનની અનોખી ઉજવણી કરાશે, જાણો

Charotar Sandesh

ગણેશોત્સવમાં ડીજે – મ્યુઝીક બેન્ડને મંજુરી : નવરાત્રી માટે આશા વધી

Charotar Sandesh

ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ દર્દીના બંને હાથ, ફેંફસા અને હૃદયનું દાન કરાયું : જાણો, કોણે-કોણે મળ્યું જીવનદાન

Charotar Sandesh