Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

રાજ્યમાં ચાલુ વર્ષે ૪૦૨ અધિકારીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા…

એસીબી એ ૨૨ છટકાઓ ગોઠવી કાર્યવાહીઓ હાથ ધરી…

ગાંધીનગર : સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે તેમની પાસેથી લાંચની માંગણી કરતા હોય છે અને લાંચના દુષણને ડામવા માટે એસીબી સરકારી અધિકારીઓની પૂરાવાઓ સાથે ધરપકડ કરે છે અને કેટલીક વાર તો લાંચિયા અધિકારીઓના ઘરે સર્ચની કામગીરી કરતા તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપતિ મળી આવે છે. જૂનાગઢમાં તો એસીબીના પીઆઈએ જ એક ગૌશાળામાં ચાલતી ગેરરીતીનો નીલ રિપોર્ટ બનાવવામાં માટે ૧૮ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે એસીબીના ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેમને છટકું ગોઠવીને જૂનાગઢના એસીબીના PIને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી સરકારના રાજમાં સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે અને સૌથી વધારે પોલીસ, મહેસુલ અને કૃષિ વિભાગના અધિકારીઓ લાંચ લેતા આવર-નવાર પકડાય છે. ચાલુ વર્ષે ૪૦૨ અધિકારીઓ લાંચ લેતા રંગેહાથે પકડાયા છે. જેમાં પોલીસ ખાતાના અધિકારીઓને લાંચ લેતા પકડવામાં માટે એસીબીએ ૪૯ છટકા ગોઠવ્યા હતા, મહેસુલ વિભાગના અધિકારીઓને પકડવા માટે એસીબી દ્વારા ૨૨ છટકાઓ ગોઠવવામાં આવ્યા હતા અને કૃષિ વિભાગના કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથે પકડવા માટે ૭ છટકાઓ ગોઠવવામાં આવ્યા હતા.

ઘણી વાર એવી પણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે, એસીબીના છટકામાં પકડાયેલા સરકારી અધિકારીઓએ ભાગવા માટે એસીબીના અધિકારીઓ પર કાર ચઢાવી દેવાના પણ પ્રયાસો કર્યા હતા. સરકારી અધિકારી જ નહીં પણ લોકોના મત મેળવીને કોર્પોરેટર બનેલા લોકો પણ જનતાની પાસેથી એન કેન પ્રકારે લાંચની માગણી કરતા અને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડાયા છે.

Related posts

કોરોનાને પગલે જીપીએસસીની મેડિકલ ટીચરની પરીક્ષા રખાઈ મોકૂફ…

Charotar Sandesh

ત્રીજીવાર બિન સચિવાલયની પરીક્ષા રદ થતા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કર્યું

Charotar Sandesh

અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન ? રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો

Charotar Sandesh