Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન ? રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો

અમદાવાદ-મુંબઈ

દેશભરમાં મુંબઈ-અમદાવાદ Bullet Train પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ Bullet Train Projectને લઈને એક મહત્વની જાણકારી આપી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન માટે દેશમાં પહેલી વખતે એક વિશેષ ટ્રેક સિસ્ટમ J- SLAB BALLASTLESS TRACK SYSTEM પ્રયોગમાં લાવવામાં આવી રહ્યો છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે Bullet Train Project ને લઈને આ વખતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે કે વર્ષ 2026 સુધી દેશમાં બુલેટ ટ્રેનનું એક સેક્શન શરુ થઈ જશે

Bullet Train ના કોરિડોરનું નિર્માણ કરી રહેલા National High Speec Rail Corporation Ltd એ હાલમાં જ એક RTIના જવાબમાં જણાવ્યું કે, 508 કિલોમીટર લાંબા સંપૂર્ણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવાની તારીખનું આંકલન તમામ કામોની ફાળવણી બાદ જ થઈ શકે છે.

Rail મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ Bullet Train Project ને લગતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેમણે પોતાના X હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો થકી તેમણે ટ્રેકની ખાસિયત જણાવી છે તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન માટે બેલાસ્ટલેસ ટ્રેક તૈયાર કરાયો છે. આ ટ્રેક Gujarat-Train વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે.

Other News : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દોઢ કરોડ ભક્તોએ કર્યા દર્શન, જુઓ વિગત

Related posts

ગુનાહિત ગુજરાત : મહિલાઓ અસુરક્ષિત, રોજના ચાર બળાત્કાર…! આંકડાઓ સામે આવ્યા…

Charotar Sandesh

ભારતીય સેના વધુ મજબૂત બનશેઃ ૪૬૪ ટી-૯૦ ભીષ્મ ટેન્ક સામેલ થશે

Charotar Sandesh

રાજ્યસભાની ચૂંટણીનું કાઉનડાઉન : ગુજરાતમાં એકઠા કરાશે કોંગ્રેસના ધારાસભ્યો…

Charotar Sandesh