હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજ : વિધાનસભા અધ્યક્ષ
નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ..
વડોદરા : વડોદરા શહેરના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના ૧૬૯ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા.
યુકેના પતંગ ચાહક બોબ સી ૧૧મી વખત ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને જે નિમિત્તે તેમણે વડોદરાના નવલખી મેદાન પર રીપ સ્ટોપ એટલે કે નાયલોનમાંથી બનાવેલા વિવિધ પ્રકારના પતંગો ઉડાડ્યા હતા. તેઓ ૩૮ વર્ષથી પતંગબાજી સાથે જોડાયેલા છે અને પતંગ ઉડાડવાની બાબતમાં એમનું પાગલપન જોઈને એમના પત્ની કહે છે કે, બોબને પતંગોનો શોખ નથી પણ નશો છે. ૨૦૦૫થી પતંગોત્સવ નિમિત્તે તેઓ ગુજરાત આવે છે અને અત્યાર સુધી લગભગ ૧૧ વાર અહીં આવી ચૂક્યા છે. ગુજરાતનો અતિથિ સત્કાર એમને ગમી ગયો છે.
પતંગોત્સવના માધ્યમથી બોબે ગુજરાત, મુંબઈ, બેંગ્લોર સહિત વિશ્વના ઘણા દેશોમાં મિત્રો બનાવ્યા છે. તેઓ કહે છે કે, પતંગબાજી એક અદભૂત કલા છે, જેનામાં જગતને જોડવાની તાકાત છે. ક્યારેય વાંક પતંગોનો નથી હોતો પણ પતંગ બનાવવામાં રહી જતી ખામીને લીધે પતંગ ચગતી નથી. બોબ વિવિધ પ્રકારની હવાના વેગને અનુકૂળ આવે એવા, વિવિધ કદ, વિવિધ પ્રકારના પતંગો જાતે બનાવે છે અને મોજથી ઉડાડે છે. ભારતીય અધ્યાત્મિક વિચારધારાને ટાંકી એ તો તેમને પતંગબાજી એમને નીજાનંદની અનુભૂતિ કરાવે છે.
- Ravindra Patel, Vadodara