Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

‘ગુલાબ’ વાવાઝોડાની અસરથી મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ચાર દિવસ પવન સાથે ભારે વર્ષાની આગાહી

આણંદ : બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી ૨૪ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં ૪૦થી ૬૦ કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૮ સપ્ટેમ્બરના રોજ આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે

આ સાથે ૨૯ સપ્ટેમ્બરના રોજ ૪૦થી ૬૦ કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.

Other News : આણંદમાં થોડા દિવસો અગાઉ બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાયેલ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું

Related posts

કોરોના સંકટ : સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસો કરાઇ બંધ…

Charotar Sandesh

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh

સી-પ્લેન પ્રોજેક્ટને લઈને તડામારી તૈયારીઓ શરૂ, રિવરફ્રન્ટ પર બાઉન્સર ગોઠવાયા…

Charotar Sandesh