વડોદરા : વડોદરા તાલુકાના પાદરા ગામ નજીક રસ્તા ઉપર જતી નોકરીયાત તથા એકલી યુવતીઓને પાછળથી હેરાનગતિ કરતા ઈસમને લોકોએ ઝડપી પાડી પાદરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે, જે બાદ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા તાલુકાના પાદરા નજીક હાઈવે ઉપર બાઈક લઈ રાણા વાસમાં રહેતો ઈલેશ રાણા નામનો ઈસમ નોકરીયાત તથા એકલી યુવતીઓને પાછળની છેડતી કરી હેરાનગતિ કરતો હોવાની બાતમી ફરતી થઈ હતી. જે બાદ શિકાર બનેલ યુવતીઓના સંબંધીઓ તથા આસપાસના ગામના યુવાનોએ વોચ ગોઠવી હતી. જેથી આજરોજ સમિયાલા પાસેથી આ ઈલેશ રાણા નામના ઈસમને લોકોએ ઝડપી પાડી પાદરા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. જેમાં આરોપી ઈસમની પુછપરછ કરતાં તેને યુવતીઓની છેડતી કર્યાનું કબુલાત કરેલ. દરમ્યાન પાદરા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
- Ravindra Patel, Vadodara