મુંબઈ : બૉલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પોતાની આગવી છબી છે. લોકોએ તેમને ડાન્સ કરતા ખૂબ જ ઓછા જોયા છે. આવામાં એક ગીર રિલિઝ થાય જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો ડાંસ હોય તો એની મેળે ચર્ચામાં આવી જાય છે. આવું જ એક ગીત નવાઝુદ્દીનની આવનારી ફિલ્મ ’મોતીચૂર ચકનાચૂર’નું ’બત્તિયા બુજા દો’ ગીત રિલિઝ થયું છે.
ગીતની શરુઆતમાં નવાઝુદ્દીન સિદ્દીકીના એક સીનથી થાય છે. જેમાં તે પોતાના લૂકને લઇને પરેશાન દેખાય છે. ત્યારબાદ તેની એન્ટ્રીની સાથે જ સની લિયોની નજરમાં આવે છે. જે બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં ડાન્સ મૂવ્સ કરતી નજરે ચડે છે. નવાઝુદ્દીન તેને જોઇને થોડો નર્વસ તો રહે છે પરંતુ તે સની સાથે ડાન્સ પણ કરવા માંગે છે.
કુમારે ગીતના બોલ લખ્યા છે અને તેણે જ્યોતિકા ટંગરી અને રામજી ગુલાટીએ ગાયું છે. ગીત યુટ્યીબ ખૂબ જ જોવામાં આવ્યું છે. એક જ દિવસમાં ત્રણ લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ મોતીચૂર ચકનાચૂરનું નિર્દેશન દેવમિત્રા બિસ્વાલે કહ્યું છે. આ ફિલ્મી ૧૫ નવેમ્બરે રિલિઝ થશે.