Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

સરદાર પટેલ ઉ.મા. શાળા, બોરીઆવીમાં ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

શ્રી બો.કે. મંડળ સંચાલિત સરદાર પટેલ ઉ.મા. શાળા, બોરીઆવી ના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉ.મા. વિભાગના કુલ ૬૭૫ વિદ્યાર્થીનીઓએ ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા જેવી કે, મહેંદી, કેશ ગૂંફન, થાળી ડેકોરેશન, રંગોળી વગેરે સ્પર્ધામાં ભાગ લીધો.

વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બહેનોને તથા સ્પર્ધકોને કમલેશભાઇ જે. પટેલ (ભૂતપૂર્વ સુપરવાઇઝર) ના માતૃશ્રીનાં ટ્રસ્ટ તરફથી પ્રોત્ત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા સેજલબેન, પ્રતિભાબેન, રાજેશ્વરીબેન, ઉષાબેન, વૈશાલીબેન, નિકિતાબેન, શિલ્પાબેન, મંજુલાબેન તથા અન્ય શિક્ષિકા બહેનો તથા સ્ટાફ પરીવારે ભારે જહેમત ઉઠાવી. બો.કે. મંડળના પ્રમુખ રાજેશભાઇ આર. પટેલ, ઉપપ્રમુખ ભાઇલાલભાઇ, મંત્રી ચંદ્રકાંતભાઇ પટેલ, સહમંત્રી ગિરીશભાઇ મિસ્ત્રી તથા આચાર્ય ઠાકોરભાઇ પટેલ, સતીષભાઇ પટેલ, શાળા સુપરવાઇઝર તરૂણભાઇ પરમાર, કિરણભાઇ પટેલ, મંડળના સભ્યો ઉપસ્થિત રહી વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્ત્સાહિત કર્યા.

Related posts

આદર્શ પ્રાથમિક શાળા દેદરડા રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Charotar Sandesh

વિદ્યાનગરમાં ૧૦મી તારીખે પીએમ મોદીની સભાને લઈ શાળાઓમાં રજા : પરીક્ષાની તારીખો ચેન્જ કરાઈ

Charotar Sandesh

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh