Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : ફાયરના અધિકારીઓ હાંફ્યા, ત્રણ દિવસમાં ૧૨૭ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ

સુરત,
સરથાણા તક્ષશિલા આગમાં ૨૨ના મોતના પગલે સહેરના ફાયર વિભાગ દ્વારા ક્લાસીસ અને કોમ્પલેક્ષમાં શેડ દૂર કરવાથી લઈને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં સુરત પાલિકાની ઓનલાઈન વેબસાઈટમાં ૧૨૭ જેટલી ફરિયાદો આવી છે. આ તમામ ફરિયાદ ફાયર અને સ્ટ્રક્ચરને લઈને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી ફાયર વિભાગ ફરિયાદનું નિરાકરણ કરવામાં વ્યસ્ત થઈ ગયો છે.
સરથાણા તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર અને બિલ્ડરોની સામે શહેરીજનોમાં ભાર આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયા મારફતે લોકો તંત્રની પોલ ખોલી રહ્યા છે. ત્રણ દિવસના સમયગાળામાં સુરત પાલિકા અને ફાયર વિભાગના બેદરકારી, ગેરકાયદે બાંધકામ, જ્યાં પરતાના ડોમ બનાવાયા છે તેવી મિલકતો અને ગરકાયદેસર રીતે સ્ટ્રક્ટર ઉભું કરીને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો કે બીયુસી લીધા વગર જ મિલકતોનો ધંધો કરવામાં આવી રહ્યો છે તેવા સ્થળોને ટાર્ગેટ કરીને ફરિયાદ કરવામાં આવી રહી છે. તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરતનું ફાયર વિભાગ ક્લાસીસો, મિલકતો, મોલ અને દુકાનોને સીલ કરી રહ્યું છે. અને શેડ તોડવાનું કામ કરી રહ્યું છે. જોકે, વેબસાઈટમાં ઓનલાઈન ફરિયાદનો રાફડો ફાટી નીકળતા તંત્રના પગ નીચે રેલો આવ્યો છે. આ તમામ ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ફાયર વિભાગ કામે લાગી ગયું છે. ઓનલાઈન ફરિયાદ સીધી પાલિકા કમિશનરના ધ્યાને આવતી હોવાથી સમગ્ર પાલિકા તંત્ર અને ફાયર વિભાગને દોડતું કરી દેવામાં આવ્યું છે.

Related posts

ભરતી પરીક્ષાઓમાં ૩૧- ૧૦- ૨૦૧૯ સુધીમા પેપર ફૂટવાની એક પણ ફરિયાદ મળી નથી : મુખ્યમંત્રી

Charotar Sandesh

શું રાત્રિ કર્ફ્‌યૂ હટશે કે રહેશે : આ વર્ષે પણ મંદિરોમાં નહીં ઊજવાય કૃષ્ણ જન્મોત્સવ

Charotar Sandesh

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ લીધા શપથ : જુઓ સંપૂર્ણ લિસ્ટ

Charotar Sandesh